Anand

છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપીને કઠલાલ પોલીસે ડીસાથી ઝડપી પાડ્યો

આણંદ, તા. ૨૫
કઠલાલમાં છેડતીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ખેડા એસઓજી પોલીસે બનાસકાંઠાના ડીસા ખાતેથી ઝડપી લીધો હતો. નોંધનીય છે કે ખેડા જિલ્લા ઈન્ચાર્જ પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ખાસ સૂચનો અપાયા છે. જેના પગલે ખેડા એસઓજી પોલીસે કઠલાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેડતીના ગુનામાં ફરાર આરોપીને તેના વતનથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો.
કઠલાલ પોલીસ સ્ટેશને દોઢ વર્ષ અગાઉ નોંધાયેલા છેડતીના ગુનામાં સંડોવાયેલો ફરાર આરોપી ભરત સેવંતીલાલ સોની પોતાના વતને છુપાયો હોવાની બાતમી ખેડા એસઓજી પોલીસને મળી હતી. આથી પોલીસે ગઈકાલે મંગળવારે રાત્રે ડીસા પહોંચી આરોપી ભરત સોનીની અટકાયત કરી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈ સીધા કઠલાલ પોલીસ મથકને સોંપ્યો હતો. ભરત સોની વિરુદ્ધ વર્ષ ૨૦૨૦માં આઈપીસી ૩૫૪એ ૧(આઈ) મુજબનો ગુનો નોંધાયો હતો અને તે આ ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button