Anand

વડગામ સીમમાં ખેતરમાં ગાયો ચરાવવા બાબતે ઠપકો આપતા માર માર્યો

આણંદ, તા. ૨૫
ખંભાત તાલુકાના વડગામ સીમમાં ખેતરમાં ડાંગરના પરાળ હોવા છતાં ભરવાડોએ ગાયો ઘુસાડતા ખેતર માલિકે ઠપકો આપ્યો હતો. જેથી બે ભડવાડોએ ભેગા થઈ ખેડુત સાથે ઝઘડો કરી મુઢ માર મારીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ધમકી આપતા ખંભાત રુરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત તાલુકાના વડગામ વણકરવાસમાં રહેતા ગણેશભાઈ રણછોડભાઈ વણકરનું ખેતર સીમમાં આવેલ છે. ખેતરમાં ડાંગરનું પરાળ પડ્યું હતું. તે સમયે ઘોઘો કવાભાઈ ભરવાડ અને નેપાભાઈ ભરવાડે ખેતરમાં ગાયો ઘુસાડી દેતા ગાયોએ પરાળને નુકસાન કર્યું હતું. જેથી ગણેશભાઈએ બંનેને ખેતરમાં ગાયો ચરાવવા બાબતે ઠપકો આપતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને જાતિવાચક શબ્દો બોલી ગણેશભાઈને છાતીના ભાગે મુક્કા મારી મુઢ માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગણેશભાઈ રણછોડભાઈ વણકરે ખંભાત રુરલ પોલીસ મથકે ઘોઘા કવાભાઈ ભરવાડ, નેપાભાઈ કનુભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૨૩, ૩૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ  ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button