Anand

બામણવા ગામે ખેતરમાં પાણી વાળવા બાબતે બે ખેડુતો વચ્ચે ઝઘડો થતા એકને માર માર્યો

આણંદ, તા. ૨૫
ખંભાત તાલુકાના બામણવા ગામે ખેતરમાં પાણી વાળતા હોય જેથી બાજુના ખેતરવાળાએ મારી તમાકુમાં પાણી ન ઘુસે તેની કાળજી રાખવા જણાવતા બે શખ્સોએ ઉશ્કેરાઈ ગયા હતા. અને તેઓની સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી પાવડાની મુદ્દર મારીને ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખંભાત રુરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બામણવા ગામે ભગુભાઈ અમરસંગ ચાવડાની બાજુમાં તેમના ભાઈનું ખેતર આવેલું છે. દેવુભાઈ ચાવડા અને તેમનો પુત્ર ખેતરમાં પાણી વાળતા હોય જેથી ભગુભાઈએ ખેતરમાં પાણી વાળતી વખતે કાળજી રાખજાે મારા ખેતરમાં તમાકુ બગડે નહી તેનું ધ્યાન રાખજાે. તેમ કહેતા જ ભાઈ અને ભત્રીજાે ઉશ્કેરાઈ ગયા હતા. અને ભગુભાઈ સાથે ઝઘડો કરીને ગમે તેમ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી પાવડાની મુદ્દર મારી ડાબા હાથે ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભગુભાઈ અમરસંગભાઈ ચાવડાએ ખંભાત રુરલ પોલીસ મથકે દેવુભાઈ ચાવડા અને તેના પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button