Anand

આસોદર મંદિર પાસે પાર્ક કરેલી ઈકો કારમાંથી સાયલેન્સરની ચોરી

આણંદ, તા. ૨૫
આણંદ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઈકો કારમાં આવતા સાયલેન્સરના ચોરીના બનાવ વધી ગયા છે. સાયલેન્સરમાં કિંમતી ધાતુનો ઉપયોગ થતો હોવાથી ચોરીના બનાવ વધી ગયા છે. ગઈકાલે પણ આસોદર જલારામ મંદિર પાસે પાર્ક કરેલી ઈકો કારમાંથી મોડી રાત્રે કોઈ શખ્સ સાયલેન્સર ચોરી કરીને લઈ જતા આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આસોદર ગામે દરવાજા પાસે પંકીલકુમાર જગદીશભાઈ પટેલનું ઘરઆવેલ છે. તેઓએ ઘરની નજીક આવેલા જલારામ મંદિર પાસે પોતાની ઈકો કાર જી.જે. ૨૩ સી.સી. ૩૪૯૧ પાર્ક કરી હતી. ગઈકાલ મોડી રાત્રે તસ્કરો ત્રાટકીને ઈકો કારનું સાયલેન્સર ચોરી કરીને લઈ ગયા હતા. જે અંગે પંકીલકુમાર પટેલે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button