નવી દિલ્હી

સોશિયલ મીડિયા કંપનીઓ પર સખત લગામ આવી રહી છે આઈટી કાયદા પણ હટી શકે છે, ડેટા પ્રોટેક્શન બિલમાં કેટલીક મહત્વની ભલામણો, ટૂંક સમયમાં ર્નિણય

નવી દીલ્હી,તા.૨૫
દેશમાં ડેટા પ્રોટેક્શન બિલને કારણે આગામી સમયમાં મોટા ફેરફારો થવાના છે અને સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની અને નિષ્ણાતોની ખાસ નજર રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા તેના પર મોટા પાયે લગામ નાખવાની તૈયારી કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારના વિશ્વાસપાત્ર વર્તુળોએ મીડિયાને એવી માહિતી આપી છે કે સોશિયલ મીડિયા કંપનીઓ માટે સખત નિયમો આવી રહ્યા છે અને ડેટા પ્રોટેક્શન ખરડામાં જે પ્રકારની ભલામણો અને સૂચનો કરવામાં આવી રહ્યા છે તેનો ગંભીરતાથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં જે સહાયક કંપનીઓ છે તેમને પ્લેટફોર્મ ગણવાની ભલામણ કરવામાં આવી છે અને જે સહાયક કંપનીઓ તરીકે પ્રસ્થાપિત કરી શકાય નથી તેવી કંપનીઓને પબ્લીશર તરીકે ગણવામાં આવે તેવી ભલામણ ખરડામાં કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારના નિષ્ણાંતો દ્વારા તેના પર વિચાર ચાલી રહ્યો છે.
સરકારના વર્તુળોએ એવી માહિતી પણ આપી છે કે ખરડાની ભલામણોને જાે માનવામાં આવશે તો ઇન્ફર્મેશન ટેકનોલોજીના કાયદા પણ રદ્દ થઈ શકે છે અને તેના સ્થાને નવા કાયદા અને નિયમો લાગુ કરવાની તૈયારી પણ શરુ થઇ શકે છે.
આ મુદ્દા પર રચવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા ખરડાની જાેગવાઈઓ અને ભલામણ અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે અને સમિતિએ એવું સુચન પણ સરકારને કહ્યું છે કે સોશિયલ મીડિયા સહાયક કંપનીઓનું વર્ગીકરણ કરવાની જરૂર છે અને તે મુજબ નવા કાયદા અને નવા નિયમો દાખલ કરવાની પ્રથમ આવશ્યકતા દેખાઈ રહી છે.
અત્યારના ઇન્ફર્મેશન ટેકનોલોજીના કાયદામાં કેટલીક છટકબારીનો લાભ લઈને સોશિયલ મીડિયા પરની કંપનીઓ દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેને સુધારવાની જરૂર છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button