Uncategorized

જનધન ખાતાધારકોને પેન્શન અને વીમાનો લાભ મળશે

નવી દીલ્હી,તા.૨૫
દેશમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દરેક વર્ગને લાભ આપવાની ચિંતામાં મુકાઈ ગઈ છે અને તેના ભાગરૂપે હવે જન ધન ખાતા ધારકોને પેન્શન યોજના અને વીમા યોજનાનો લાભ આપવાની કેન્દ્ર સરકાર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે.કેન્દ્ર સરકારના વર્તુળોએ એવી માહિતી આપી છે કે દેશભરમાં જનધન ખાતા ખોલવા માટેનું ત્રીજું અભિયાન શરૂ કરવામાં આવશે અને નવા ચરણમાં સરકાર ડિજિટલ ડોર સ્ટેપ બેંકિંગ પર ભાર મૂકવા માંગે છે.
વધુમાં વધુ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે અને અટલ પેન્શન યોજના તેમજ વીમા યોજનાનો લાભ મળે તે માટે નવેસરથી તૈયારી શરૂ કરવાનો આદેશ જારી થઇ ગયો છે અને બેઠકોના દોર શરૂ થઈ ગયા છે. ગરીબ અને સામાન્ય વર્ગને સરકારની તમામ યોજનાઓનો લાભ આપવાની કેન્દ્ર સરકારની ગણતરી છે.
અધિકારીઓએ એવી માહિતી આપી છે કે જનધન ખાતામાં રૂપિયા ૨ લાખનો દુર્ઘટના વીમો અને રૂપિયા ૩૦ હજારનો સામાન્ય વીમા કવર પૂરો પાડવામાં આવે છે આ પહેલા દુર્ઘટના વીમા કવર રૂપિયા એક લાખનો હતો જેને ૨૦૧૮માં વધારી દેવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર પોતાની અનેક યોજનાઓ ને જન ધન ખાતા સાથે જાેડવા માગે છે અને તેમાં સૌથી મહત્વપૂર્ણ અટલ પેન્શન યોજનાનો સમાવેશ કરવામાં આવશે અને આ ઉપરાંત બેંકોને સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ વડાપ્રધાન સ્વ નિધિ યોજના વગેરેને પણ જનધન ખાતા સાથે જાેડી દેવા પર વિચાર કરવાની સૂચના આપવામાં આવી છે.
સાથોસાથ બેંકોને એવી સૂચના પણ આપવામાં આવી છે કે જનધન તેમજ આધાર અને મોબાઈલ હેઠળ તમામ જનધનખાતા ઓને બધીજ બેન્કિંગ સુવિધાઓ સાથે જાેડવાનો પ્રયાસ કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના મુજબ જન ધન ખાતા દેશભરમાં બોલવાની શરૂઆત કરવામાં આવી હતી અને ખૂબ જ ઓછા સમયમાં ૪૦ કરોડથી પણ વધુ ખાતા ખોલવામાં આવ્યા છે અને હજુ પણ ત્રીજું અભિયાન શરૂ કરીને બીજા કરોડો ખાતા ખોલવામાં આવશે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button