નવી દિલ્હી

સ્કુલ ખુલતા જ કોરોના બેકાબુ : સ્થિતી વણસી અમેરિકામાં બાળકોમાં કોરોના ૭ દિનમાં ૧.૪૨ લાખને કોરોના : કુલ ૬૮ લાખને કોરાના

વોશિગ્ટન,તા.૨૫
અમેરિકામાં સ્કુલ ખુલતાની સાથેજ કોરોના બેકાબુ થઇ જતા તંત્રની ચિંતા વધી ગઇ છે. અમેરિકામાં કોરોના બાળકોને ઝડપથી શિકાર બનાવે છે. માત્ર સાત દિવસના ગાળામાં જ ૧.૪૨ લાખ બાળકો કોરોનાના સકંજામાં આવી ગયા છે. બાળકોમાં સંક્રમણની ગતિ છેલ્લા બે સપ્તાહમાં ૩૨ ટકાનો વધારો થયો છે. અમેરિકામાં છેલ્લા સપ્તાહમાં સમક્રણના એક તૃતિયાંશ કેસ બાળકોમાં જાેવા મળ્યા છે. ગયા સપ્તાહમાં ૧૧થી ૧૮મી નવેમ્બર દરમિયાન ૧૪૧૯૦૫ બાળકો કોરોનાહગ્રસ્ત થઇ ચુકયા છે. મહામારીના સંકજામાં ત્રણ ટકા બાળકો પણ આવ્યા છે. અમેરિકામાં ૬૮ લાખ બાળકો કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે. જાે કે બાળકોમાં મોતનો ખતરો ખુબ ઓછો છે. કોરોનાથી છ અમેરિકી રાજ્યોમાં કોઇનુ મોત થયુ નથી. ઓક્ટોબરમાં ૧૭૨ બાળકોના મોત થયા હતા.અમરિકામાં એક વર્ષ બાદ ફરી કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં ફરી દરરોજ લાખ કેસ સપાટી પર આવી રહ્યા છે. અમેરિકામાં દરરોજ હાલમાં ૯૨ હજાર કેસ આવી રહ્યા છે. જેથી આરોગ્ય વિભાગની હાલત ખરાબ થઇ ગઇ છે. ગયા વર્ષે પણ અમેરિકામાં આવી જ સ્થિતી હતી. અમેરિકામાં હજુ ૪.૮૯ કરોડ લોકો કોરોનાગ્રસ્ત થઇ ચુક્યા છે. સાથે સાથે ૭.૯૮ લાખ લોકોના મોત થઇ ચુક્યાછે. અમેરિકામાં કોરોનાના કારણે સૌથી વધુ સંખ્યામાં લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમાં ૧૮ ટકાના દરે કોરોના કેસ વધી રહ્યા છે. કોરોના કેસમાં વધારો દેશના કેટલાક હિસ્સામાં જાેવા મળે છે. અમેરિકામાં આરોગ્ય સેવાના નિર્દેશક ડોક્ટર એન્થોની ફોસીએ આ સપ્તાહમાં કેસો વધવાને લઇને ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ છે કે દેશમાં કોરોના કેસ વધ્યા નથી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button