નવી દિલ્હી

મુંબઇ અટેકે વરસી : હુમલાને ૧૩ વર્ષ છતાં ઘા હજુ પણ ભરાયા નથી મુંબઇ અટેક બાદ દેશ સુરક્ષિત થયુ ? શું આ હુમલાને રોકી શકાયો હોત તેવો પ્રશ્ન દસ વર્ષ બાદ પણ આવે છે : અમેરિકા જેવા પ્રયાસ ભારતમાં કમનસીબે હજુ સુધી કરાયા નથી

આવતીકાલે મુંબઇમાં ભીષણ ત્રાસવાદી હુમલાને ૧૩ વર્ષનો ગાળો પૂર્ણ થઇ રહ્યો છે. હુમલાના ૧૩ વર્ષ થયા હોવા છતાં હુમલાના ઘા હજુ ભરાયા નથી. આવી સ્થિતીમાં આટલા લાંબા ગાળા બાદ પણ પ્રશ્ન થાય છે કે શુ આ હુમલાને રોકી શકાયો હોત. અમેરિકામાં અનેક વિમાનોનુ અપહરણ કરીને હજુ સુધીના સૌથી વિનાશકારી ત્રાસવાદી હુમલ કરવામાં આવ્યા બાદ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ અનેક પગલા લીધા હતા. અમેરિકાએ ઝડપી કામ કરીને એક આયોગની રચના કરી હતી. જેની ભલામણ પર અમલ કરીને અમેરિકાએ પોતાની આંતરિક સુરક્ષામાં વ્યાપક ફેરફાર કર્યા હતા. જાે કે કમનસીબે ભારતમાં હુમલો કરવામાં આવ્યાને ૧૩ વર્ષ થયા હોવા છતાં આવા આયોગની રચના હજુ સુધી કરવામાં આવી નથી. મહારાષ્ટ્ર સરકારે એક આયોગની રચના કરી હતી. જે આયોગે ત્રાસવાદી હુમલાને લઇને મુંબઇ પોલીસના પ્રોફેશનલ વલણ પર પ્રશ્નો કર્યા હતા. લશ્કરે તોયબાના ત્રાસવાદી મુંબઇમાં હુમલાને અંજામ આપી શકે છે તેવી ગુપ્ત માહિતી મહારાષ્ટ્ર પોલીસને આપવામાં આવી હતી જેથી હુમલામાં તેમની ચુક માનવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને કેન્દ્રિય ગૃહ પ્રધાનને તેમના હોદ્દા છોડી દેવાની ફરજ પડી હતી. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રાજ્ય પલીસ અને આંતરિક સુરક્ષા માટે જવાબદાર લોકોને આમાં દોષિત ઠેરવવામાં આવ્યા ન હતા. મામલાને લઇને ઉદાસીનતાન અંદાજ આનાથી જ કરી શકાય છે કે પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે હાલમાં કહ્યુ હતુ કે કેન્દ્રિય ગૃહ સચિવ અને ગુપ્તચર બ્યુરોના નિર્દેશકને એટલા માટે દુર કરવામાં આવ્યા ન હતા કે થડાક દિવસમાં જ તેઓ નિવૃત થનાર હતા. મુંબઇ હુમલાન ે ૧૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ પ્રશ્ન વધારે મહત્વપૂર્ણ બની જાય છે. શુ અમારી આંતરિક વ્યવસ્થા પહેલા કરતા વધારે મજબુત બની શકે છે. એટલુ તો ચોક્કસપણે કહી શકાય છે કે કેટલાક પાસા લેવામાં આવ્યા છે પરંતુ જે ગતિથી સુરક્ષાના ક્ષેત્રમાં કામ કરવાની જરૂર છે તે ગતિથી કામ થઇ રહ્યા નથી. જેમ કે ત્રાસવાદી ગતિવિધી સાથે જાેડાયેલા મામલામાં તપાસ કરવા માટે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અથવા તો એનઆઇએની રચના કરવામાં આવી છે. આતંકવાદ વિરોધી કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ચાર શહેરોમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. જેથી હુમલાનો જવાબ આપવા માટે સમય ઓછો લાગી શકે. છતાં એમ માનવા માટેના પુરતા કારણ છે કે દેશની સુરક્ષા હજુ અભેદ્ય બની નથી. પાકિસ્તાન સાથે જાેડાયેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. છતાં વર્ષ ૨૦૧૬માં પઠાણકોટ અને ઉરીમાં ભીષણ ત્રાસવાદી હુમલા થઇ ગયા હતા.જે સાબિત કરે છે કે હજુ પણ ત્રાસવાદને રોકવા માટે અનેક પગલા લેવાની જરૂર છે. ભારતીય બંધારણમાં પોલીસ રાજ્યના વિષય તરીકે છે. જેથી બંધારણીય સ્તર પર સશક્ત માળખાની રચનાને લઇને મજબુત પગલા લઇ શકાયા નથી. આના દાખલા નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ સેન્ટરની રચનાની યોજના છે. નેશનલ ઇન્ટેલિગન્સ ગ્રીડ હાલમાં કાચબાની ચાલે ચાલે છે. સંગઠિત અપરાધને રોકવા માટે કેટલાક રાજ્યો દ્વારા કાનુન બનાવ્યા છે પરંતુ કેટલાક પાસા પર કામ કરવાની જરૂર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮નાં દિવસે ભીષણ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. કરાચીથી આતંકવાદીઓની ટોળકી દરિયાઈ માર્ગ મારફતે મુંબઈ પહોંચી હતી, ત્યારબાદ મુંબઈની જુદી જુદી જગ્યાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ૨૬ નવેમ્બરનાં દિવસે આતંકવાદી હુમલો શરૂ કર્યો હતો જે ૨૯ નવેમ્બર સુધી ચાલ્યો હતો. આ હુમલામાં ૧૬૬ લોકોનાં મોત થયા હતાં અને ૩૦૮ લોકો ઘાયલ થયા હતાં. હુમલા પૈકી ૮ હુમલા દક્ષિણ મુંબઈમાં થયા હતાં જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ, ઓબેરોય ટ્રાયડન, તાજમહલ પેલેસ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમાન હાઉસ અને મેટ્રો સિનેમાનો સમાવેશ થાય છે. મજગાંવમાં એક બ્લાસ્ટ થયો હતો, વિલેપાર્લેમાં એક ટેક્સીમાં બ્લાસ્ટ કરાયો હતો. આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા બાદ તમામ સ્થળોને છોડાવી લેવામાં આવ્યા હતાં. ઓપરેશન બ્લેક ટોર્નાડો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં સેનાનાં જવાનોએ અદ્‌ભુત પરાક્રમનો પરિચય આપીને તમામ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button