નવી દિલ્હી

જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાએ સવારે દરોડા ટેરર ફંડિગ : વ્યાપક દરોડા અનેક દસ્તાવેજાે કબજે થયા :દરોડાની કાર્યવાહીથી ભય

નવી દિલ્હી,તા.૨૫
ત્રારસવાદી સંગઠનોને ફંડિગના મામલે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા આજે ગુરૂવારના દિવસે જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. શ્રીનગર સહિત ખીણના અન્ય સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ અનેક દસ્તાવેજાે જપ્તકર્યા હતા. શ્રીનગર સહિતના વિવિધ વિસ્તારોમાં સવારથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાશ્મીર ખીણ સહિત દેશના અનેક વિસ્તારોમાં હિંસા ફેલાવવાના મામલે ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબા, હિઝબુલ, ટીઆરએફના કાવતરા હેઠળ ટાર્ગેટ કિલિંગની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. કેસ નોંધીને સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઉતર, દક્ષિણી તેમજ મધ્ય કાશ્મીરના વિવિધ માંગોમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા સોમવારના દિવસે પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
કેટલાક લોકોની સોમવારના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ખુર્રમ પરવેઝને સોનાવર સ્થિત આવાસથી પકડી પાડવામાં આવ્યા હતા. ૨૮મી ઓક્ટોબરના દિવસે એજન્સીએ ૧૦ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં ખુર્રમના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં વ્યાપક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેરર ફંડિગના કેસમાં હજુ કેટલીક નવી વિગત સપાટીપર આવી શકે છે. ત્રાસવાદી હિંસામાં હાલમાં ઘટાડો થયો છે. જાે કે ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થયા બાદ હવે સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. દરોડાની કાર્યવાહી સવારે શરૂ કરવામાં આવ્યા બાદ બપોર સુધી કાર્યવાહી ચાલી હતી.દરોડાની કાર્યવાહી દરમિયાન કેટલાક દસ્તાવેજાેમાં ઉંડી તપાસ કરવામાં આવી છે. જે સંબંધમાં કેટલાકની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button