ગુજરાત

હેમા માલિનીની ઉંમર થઇ ગઇ છે, મારા ગામના રસ્તા કૅટરીના કૈફના ગાલ જેવા બનશે : રાજેન્દ્ર સિંઘ

અમદાવાદ,તા.૨૫
તાજેતરમાં જ રાજસ્થાનમાં ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી બનાવવામાં આવેલા રાજેન્દ્ર સિંઘ ગુઢાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેણે અભિનેત્રી અને સાંસદ હેમા માલિની અને કેટરિના કૈફવિશે અભદ્ર વાતો કહી છે. આને લઈને યુઝર્સે સોશિયલ મીડિયા પર ગુઢા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ ગુઢા પ્રથમ વખત તેમના વિધાનસભા ક્ષેત્ર ઉદયપુરવતી પહોંચ્યા હતા. અહીં લોકોએ તેમને ખરાબ રસ્તા વિશે ફરિયાદ કરી હતી. આ અંગે ગુઢાએ મંચ પરથી જ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર એન કે જાેશીને કહ્યું કે મારા ગામના રસ્તાઓ કેટરિના કૈફના ગાલ જેવા બનાવવા જાેઈએ. અમર ઉજાલાની ન્યૂઝ વેબસાઇટ પર એક ન્યૂઝ રિપોર્ટમાં આ ટિપ્પણી વિશે લખવામાં આવ્યું હતું.રાજ્યમંત્રી રાજેન્દ્ર ગુઢાએ ગ્રામજનોની ફરિયાદ પર તેમના અધિકારી સમક્ષ કહ્યું કે મારા ગામના રસ્તાઓ હેમા માલિનીના ગાલ જેવા બનાવવા જાેઈએ. થોડી વાર પછી ગુઢાએ હસવાનું બંધ કરી દીધું. પછી તેણે કહ્યું કે ના… હેમા માલિની વૃદ્ધ થઈ ગઈ છે. પછી સ્ટેજ પરથી જ સભામાં હાજર લોકોને પૂછ્યું કે, આ દિવસોમાં કઈ અભિનેત્રી ફિલ્મોમાં ફેમસ છે? આના પર લોકોએ કેટરિના કૈફનું નામ લીધું. લોકોની વાત સાંભળ્યા પછી ગુઢાએ અધિકારીને કહ્યું, ’તો પછી મારા ગામના રસ્તાઓ કેટરિના કૈફના ગાલ જેવા બનાવી દેવા જાેઈએ.સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેના વિવાદ દરમિયાન રાજેન્દ્ર ગુઢાએ બળવો કર્યો અને મ્જીઁના પાંચ ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જાેડાયા. તેનું ઈનામ આપીને અશોક ગેહલોતે બે દિવસ પહેલા ગુઢાને રાજ્યના મંત્રી બનાવ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button