નવી દિલ્હી

ધ્યાનથી અભ્યાસ કરાય તો કહી શકાય કે લોનમાફી અયોગ્ય નથી… ખેડુતો અસમાનતાનો શિકાર તો છે

કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓની આવક ૩૫૦ ટકા સુધી વધી છે પરંતુ ખેડુતોની પેદાશમાં કિંમત ૨૦ ગણી જ વધી શકી છે
મોદી સરકાર દ્વારા હાલમાં લાવવામાં આવેલા કૃષિ કાનુનને પરત ખેંચી લેવામાં આવ્યા બાદ આને લઇને નિષ્ણાંતોમાં ચર્ચા છે. કૃષિ કાનુનને રદ કરવાની માંગ સાથે ખેડુતો આંદોલન કરી રહ્યા હતા. કાનુન પાછા ખેંચી લેવામાં આવ્યા હોવા છતાં ખેડુતો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા ૧૧ મહિનાથી ખેડુતો આંદોલન કરી રહ્યા છે. તેમની માંગ છે કે મોદી સરકાર જે કાયદા લઇને આવી છે તેને પરત ખેંચી લેવામાં આવે. તેની માગ મુજબ કૃષિ કાનુન હવે પરત ખેંચી લેવામાં આવ્યા છે. ખેડુતો હવે માની રહ્યા છે કે એમપીએમસી વ્યવસ્થા ખતમ થઇ જશે. મંડીઓ બંધ થઇ જશે. એમએસપી ખતમ થઇ જશે. બીજી બાજુસરકારનુ કહેવુ છે કે જુની કોઇ વ્યવસ્થા ખતમ થનાર નથી. વધુમાં ખેડુતોને તેમની પેદાશો વેચવા માટે વધારે વિકલ્પ આપવામાં આવ્યા છે. રાજકીય પંડિતો દાવો કરી રહ્યા છે કે ખેડુતોની તરફ પૂર્ણ રીતે ધ્યાન ન આપવાના કારણે મોદી સરકારને આગામી દિવસોમાં નુકસાન થઇ શકે છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે ખેડુતો અસમાનતાના શિકાર તો થયેલા છે તેમાં કોઇ બે મત નથી. ખેડુતોની સ્થિતીને સુધારવા માટે દશકોથી દરેક સરકારો પગલા લઇ રહી છે પરંતુ સ્થિતીમાં સુધારો થઇ રહ્યો નથી. ખેડુત પર દેવુ વધ્યુ છે. ખર્ચ વધ્યો છે. લોન માફીની પણ ભારે ચર્ચા રહી છે. ક્રમશ ગાળમાં લોન માફી કરવામાં આવી છે પરંતુ ખેડુતોની સ્થિતી સુધરી નથી. આવી સ્થિતીમાં લોન માફીને અયોગ્ય ગણાવનાર લોકો પણ સાચા હોઇ શકે છે. કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે લોનમાફીથી ખેડુતોને કેટલાક અંશે તો લાભ થઇ રહ્યા છે. છેલ્લા ૧૩ વર્ષના ગાળામાં ઉદારીકરણના કેટલાક સારા પક્ષોની સાથે અસમાનતાના ખરાબ પક્ષ પણ રહ્યા છે. ખરાબ પરિણામ પણ ઉદારીકરણના કારણે આવ્યા છે. અમીરોની સંખ્યામાં સતત વધારો થયો છે. જે અસમાનતાને સારી રીતે રજૂ કરે છે. ખેડુતોની લોન માફીથી સૌથી વધારે પરેશાની સરકારી અથવા તો આવા જ હોદ્દા પર બેઠેલા અથવા તો નિવૃત થઇ ચુકેલા કેટલાક લોકોને થઇ રહી છે. આ લોકોને એમ લાગી રહ્યુ છે કે સરકારોએ જાણે દેશ લુટાવી દીધુ છે. ભુલી જાય છે કે તેમના કારણે જ આજે સસ્તા પ્રમાણમાં અન્ન, કઠોળ, ફળ ફળાદી મળી રહી છે. આના બદલામાં ખેડુતોને દેશમાં શુ મળી રહ્યુછે. ૧૯૮૦ના આધાર પર વર્ષની સરખામણી કરવામાં આવે તો એકબાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓની આવકમાં ૨૫૦થી ૩૫૦ ગણો વધારો થયો છે. જ્યારે ખેડુતોની પેદાશની કિંમતમાં માત્ર ૨૦ ગણો વધારો દર્શાવે છે. જે સાબિત કરે છે કે કેટલી હદ સુધી અસમાનતાની સ્થિતી રહેલી છે. તેમના બાળકોની સરકારી સ્કુલોની જગ્યાએ ખાનગી સ્કુલ આવી ગયા છે. જેમની સ્કુલ ફી તો ખેડુતો જંમીન વેચીને જ આપી શકે છે. સરકારી હોસ્પિટલની જગ્યાએ હવે એવા ખાનગી હોસ્પિટલ આવી ગયાછે જેની ફી જીવતા જીવતા જ મારી નાંખે છે. પરિણામ એ આવે છે કે ગામના ગામ ખાલી થઇ રહ્યા છે. થોડાક વર્ષ પહેલાના એક સર્વેમાં આ બાબત સપાટી પર આવી હતી કે ઉત્તર પ્રદેશની નજીક જાેડાયેલા૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં ૫૦ ટકા કરતા વસ્તી , ઘર અને ગામ છોડીને શહેરી વિસ્તારોમાં જતા રહ્યા છે. આ લોકો શહેરી વિસ્તારમાં પલાયન કરવા મજબુર બન્યા છે. દિલ્હી સહિત તમામ મહાનગરોમાં પલાયનના કારણે ખેતીને તો નુકસાન થઇ રહ્યુ છે. બિહારના દુરગામી વિસ્તારો દરભંગા, સીતામઢી જિલ્લાથી લઇને બુન્દેલખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશના અડધાથી વધારે ગામો ખંડેરમાં ફેરવાઇ ગયા છે. કારણ કે ખેતી પર આધારિત રહેવાની બાબત મુશ્કેલરૂપ બની ગઇ છે. પહેલા તો વધતા જતા પરિવારના કારણે સતત ખેતી નાની થઇ રહી છે. ઉપરાંત સંબંધિતોના શોષણની ગતિવિધી પણ વધી રહી છે. જીવને લઇને ખેડુતો પરેશાન થયેલા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે આ દેશની સરેરાશ આવક અને સામાન્ય સરકારી કર્મચારીની આવકમાં દસ ગણુ અંતર રહેલુ છે. જ્યારે દુનિયાના અન્ય કોઇ દેશમાં આવી સ્થિતી નથી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button