નવી દિલ્હી

સરકારે તપાસ માટે એકસપર્ટ કમિટીની રચના કરી જાસુસી કાંડમાં તપાસ શરૂ

નવી દિલ્હી,તા. ૨૫
ચીની જાસુસી કાંડના મામલે ઉડી તપાસ હાથ ધરવામાં આવી છે. નવી નવી વિગત સપાટી પર આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. ચીનની કંપનીઓ દ્વારા જાસુસી કરવાની વિગત સપાટી પર આવ્યા બાદ હવે સરકારે તમામ બાબતોને ધ્યાનમાં તપાસ માટે એક્સપર્ટ કમિટીની રચના કરી છે. ચીનની સામે પણ આ મુદ્દો જાેરદાર રીતે ઉઠાવવામાં આવ્યો છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે કોંગ્રેસના મહાસચિવ અને પાર્ટીના રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલને પત્ર લખીને કહ્યુ છે કે સરકાર ચીની કંપનીઓ દ્વારા નેતાઓ અને પ્રમુખ ભારતીય હસ્તીઓની જાસુસી કરવાના મુદ્દા પર તપાસ કરાવશે. તેમણે કહ્યુહતુ કે આ મામલે નિષ્ણાંત સમિતીની રચના કરવામાં આવી ચુકી છે. ચીની કંપની શેનઝેન જેન્હુઆ પર ભારતીયોના પ્રાઇવેટ ડેટા ચોરી કરવાના આરોપ મુકવમાં આવ્યા છે. વિદેશ પ્રધાન જયશંકરે કહ્યુહતુ ે આ સમગ્ર મામલે એક્સપર્ટ કમિટી બનાવી દેવામાં આવી છે. જે ઉંડાણપૂર્વક તપાસ કરશે. વિદેશ પ્રધાને કહ્યુ હતુ કે ભારતમાં ચીનના રાજદુત પાસેથી પણ આ સંબંધમાં સ્પષ્ટતા માંગવામાં આવી છે. સરકારે ચોંકાવનારા જાસુસી કાંડમાં હવે નેશનલ સાયરબ સિક્યોરિટી કો-ઓર્ડિનેશન હેઠળ એક્સપર્ટ કમિટીની રચના કરી દીધી છે. જે ચીનની કંપની શેનઝેન પર ભારતની પ્રમુખ હસ્તીઓના ડેટા ચોરી કરવાના આરોપોમાં તપાસ કરશે. આ એક્સપર્ટ ગ્રુપ જાસુસીના આ હેવાલોની અસરમાં પણ ધ્યાન આપશે. આ સમગ્ર પ્રક્રિયામાં કાનુનની કોઇ પ્રક્રિયાનો ભંગ થયો છે કે કેમ તેમાં પણ તપાસ કરનાર છે. એક્સપર્ટ ગ્રુપને ૩૦ દિવસની અંદર રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યુ છે. વિદેશ પ્રધાન જયશંકરે પત્ર લખીને પણ માહિતી આપી છે. જયશંકરે પત્રમા કહ્યુ છે કે સરકારે આ સમગ્ર માહિતી અને હેવાલોને ગંભીરતાથી લીધા છે. જેમા કહેવામાં આવ્યુ છેકે વિદેશી સોર્સ પાસેથી ભારતીય નાગરિકોના પર્સનલ ડેટા ચોરી કરવાના આરોપ છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે આ મામલાને ચીની રાજદુત સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button