નવી દિલ્હી

ભારતમાં વધુ ૯૧૧૯ કેસ અને ૩૯૬ દર્દીના મોત નિપજ્યા ભારતમાં કોરોના કેસમાં વધુ બ્રેક

નવી દિલ્હી,તા.૨૫
ભારતમાં કોરોના કેસમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સવારમાં જારી કરવામાં આવેલા અહેવાલ મુજબ ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૧૧૯ કેસ સપાટી પર આવ્યા છે. સાથે સાથે ૩૯૬ લોકોના મોત થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૧૧૪૮૧ સુધી પહોંચી ગઇ છે. જે ૫૩૭ દિવસમાં સૌથી ઓછા કેસ છે. ભારતમાં કુલ કેસની સંખ્યા પણ સતત ઘટી રહી છે. દિલ્હીમાં ૩૫ નવા કેસ સપાટી પર આવ્યા છે. કોવિડ-૧૯ ટેસ્ટિંગમાં ૧૩ રાજ્યોમાં ઘટાડો થયો છે. ભારતમાં ગુરૂવારના દિવસે રિક્વરી રેટમાં સુધારો થયો હતો. તમિળનાડુમાં ૭૧૦ નવા કેસ સપાટી પર આવ્યા છે. સાથે સાથે ૭ દર્દીના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૯૪૯ લોકો સ્વસ્થ થયા છે. કોવિડના કારણે ઇન્દોરમાં એક મહિલાનુ મોત થયુ છે. બંને વેક્સીન ડોઝ લીધા હોવા છતાં તેનુ મોત થયુ છે. આસામમાં મોતનો આંકડો ૬૦૭૯ સુધી પહોંચી ગયો છે. તેલંગાણામાં ૧૫૩ વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. બે લોકોના મોત થયા છે. કોરોનાના કારણે કેસોની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે. ભારતમાં હજુસુધી ૧૧૯.૩૮ કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી છે. વસ્તી પૈકી ૮૨ ટકા લોકો પ્રથમ ડોઝ મેળવી ચુક્યા છે. આશરે ૪૩ ટકા લોકો સંપૂર્ણ વેક્સીન લઇ ચુક્યા છે. ૧૨ કરોડ લોકો હજુ બીજાે ડોઝ લઇ શક્યા નથી. રિક્વરી રેટ ૯૮.૩૩ ટકા થયો છે. કુલ કેસોમાં એક્ટિવ કેસ ૦.૩૩ ટકા છે. કોરોના પર ધીમે ધીમે બ્રેક મુકવામાં તમામ સરકારોને સફળતા મળી રહી છે. રિક્વરી રેટ પણ સતત વધી રહ્યો છે. કોરોના વાયરસના કેસમાં અવિરત ઘટાડો થઇ રહ્યો છે. ડેઇલી પોઝીટિવિટી દર ૦.૮૦ ટકા છે. જે છેલ્લા ૪૭ દિવસમાં બે ટકા કરતા ઓછો દર છે. ભારતમાં હજુ સુધી ૧૧૮ કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી ચુકી છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા નવા આંકડા સવારે જારી કરવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button