નવી દિલ્હી

સંસદનું શિયાળુ સત્રનો પ્રારંભ, વડાપ્રધાન મોદીએ નિભાવ્યો વાયદો ૩ કૃષિ કાયદા રદ્દ કરતું બિલ લોકસભામાં પસાર,વિપક્ષએ હોબાળો મચાવતા સંસદ સ્થગિત

 

નવી દીલ્હી,તા.૨૯
સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે.સરકારની નીતિ વિરૂદ્ધ અવાજાે ઉઠ્‌યા પરંતુ સદન અને અધ્યક્ષની ગરિમાનો ખ્યાલ રાખીએ. તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, અમે ઈચ્છીશું, દેશ ઈચ્છશે કે ભારતની સંસદ આ સત્ર અને આવનારા તમામ સત્ર,આઝાદીના લડવૈયાઓની ભાવનાને અનુકૂળ દેશહિતમાં ચર્ચા કરે. દેશની પ્રગતિ માટે રસ્તાઓ ખોલે. જાે કે, વિપક્ષે પ્રધાનમંત્રી મોદીની આ અપીલ સ્વીકારી નહોંતી.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે જ લોકસભામાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ કરાયું હતું. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે, કૃષિ કાયદા પરત લેવામાં આવ્યા છે, પરંતુ હજી સ્જીઁ અને ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર વાતચીત થવી જાેઈએ. અમે ૪ ડિસેમ્બરના રોજ એક બેઠક કરીશું અને તે બેઠકમાં આંદોલનની દિશા નક્કી કરવામાં આવશે. ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે.આ તરફ કૃષિ કાયદાને પરત લેવાની માગ બાબતે કોંગ્રેસે સંસદ પરિસરમાં ધરણાં કર્યા હતા, જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ સહિત પાર્ટીના નેતાઓએ હાજરી આપી હતી. આજે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સંસદમાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ રજૂ કરશે, જેને લઈને સાંસદોને મોકલવામાં આવેલી સંસદીય નોટની ભાષાને લઈને વિવાદ ઊભો થયો છે.
સૌથી પહેલા સંસદ સત્રમાં રજૂ કરવામાં આવનારાં કેટલાંક આવશ્યક બીલ

Advertisement

દ્ધબંધારણીય (જી્‌ ટ્ઠહઙ્ઘ જી્‌) ઓર્ડર (સુધારા) બિલ ૨૦૨૧
દ્ધફાર્મ લો રિપીલ બિલ, ૨૦૨૧
દ્ધક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ડિજિટલ કરન્સી બિલ, ૨૦૨૧
દ્ધબેન્કિંગ કાયદો (સુધારા) બિલ,
દ્ધસરકાર આ સત્રમાં વધુ ૨૫ બિલ રજૂ કરશે

રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું
સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે આજે સંસદમાં અન્નદાતાના નામનો સૂરજ ઉગાડવાનો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button