નવી દિલ્હી

નવા વેરિયન્ટની પહેલી તસવીર સામે આવી, ઓમિક્રોન વ્યક્તિ પ્રમાણે સ્વરૂપ બદલી રહ્યો છે,ડેલ્ટા કરતાં વધુ મ્યૂટેશન

નવી દીલ્હી,તા.૨૯
વિશ્વભરના નિષ્ણાંતોનો દાવો છે કે ઓમિક્રોન જેવા ખતરનાક વેરિએન્ટ પર મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીની કોઈ અસર થતી નથી. આ વેરિએન્ટની તાકાત અને લક્ષણોને લઇને નવી વાતો સામે આવી છે. દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં ઓમિક્રોન ઈન્ફેક્શનના પ્રારંભિક વિશ્લેષણના આધારે તેને ડેલ્ટા વેરિએન્ટથી છ ગણો વધારે શક્તિશાળી જણાવવામાં આવી રહ્યો છે. ડેલ્ટા એ જ વેરિએન્ટ છે, જેણે ભારતમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ધમાલ મચાવી હતી. આ વેરિએન્ટ ઈમ્યુન સિસ્ટમને પણ ખરાબ કરી શકે છે. ન્યુયોર્ક ટાઈમ્સની એક રિપોર્ટ મુજબ, ઓમિક્રોન ગત વેરિએન્ટથી વધુ ખતરનાક છે અને વેક્સિનેશન અથવા નેચરલ ઈન્ફેક્શનથી થતી ઈમ્યુન સિસ્ટમને પણ બિનઅસરકારક કરી નાખે છે.

મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપી બિન અસરકારક

Advertisement

વધારે ઈન્ફેક્શન અને લોકોને તેજીથી મોતને ઘાટ ઉતારનારા ડેલ્ટા વેરિએન્ટ પર મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીની કોઈ અસર દેખાતી નથી. જ્યારે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર આ થેરાપીની કોઈ અસર થતી નથી. જે કોવિડ ઈન્ફેક્શનના પ્રારંભિક તબક્કામાં એક ચમત્કારી સારવાર માનવામાં આવે છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ બાદ ઓમિક્રોન બીજાે એવો વેરિએન્ટ છે, જેના પર મોનોક્લોનલ એન્ટીબોડી ટ્રીટમેન્ટનો કોઈ પ્રભાવ પડતો નથી.

કેવા છે ઓમિક્રોન ઈન્ફેક્શનના લક્ષણો?
દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં એમિક્રોન વેરિએન્ટ ઓળખનારી એક તબીબે એક જાણીતી ન્યુઝ સંસ્થાને કહ્યું, મેં તેના લક્ષણ સૌથી પહેલાં નાની ઉંમરના એક શખ્સમાં જાેયા હતા. જે અંદાજે ૩૦ વર્ષનો હતો. તેમણે જણાવ્યું કે દર્દી ખૂબ થાકેલો રહેતો હતો. તેને હળવા માથાના દુઃખાવાની સાથે આખા શરીરમાં દુઃખાવાની ફરિયાદ રહેતી હતી. ગળામાં ખારાશની જગ્યાએ ગળુ છોલાઈ જતુ હતુ. આ શખ્સને ઉધરસ આવતી નહોતી અને સ્વાદ ના આવે તેવા પણ કોઈ લક્ષણો ન હતા. જાેકે, તબીબોએ દર્દીઓના એક નાના સમુહને જાેઈને આ પ્રતિક્રિયા આપી હતી. મોટાભાગના લોકોમાં તેના લક્ષણો કેવા હશે તેને લઇને હજી સુધી કોઈ સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો નથી.
સુરતમાં દ.આફ્રિકાથી ૯ પ્રવાસી આવ્યા, ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરી બધાને ક્વોરન્ટાઈન કરાશે

Advertisement

સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનનું સંકટ ફેલાયેલું છે જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો ઓમિક્રોને વેરિએન્ટ મળી આવ્યો જે અત્યાર સુધીનો સૌથી ધાતક વેરિએન્ટ સાબિત થયો છે. જાેકે આ બધા વચ્ચે ૯ પ્રવાસીઓ સાઉથ આફ્રિકાથી સુરતમા આવ્યા છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે દક્ષિણ આફ્રિકાથી ૯ પ્રવાસીઓ સુરતમાં આવ્યા છે. જેના કારણે ચિંતા વધી છે. જેથી દરેકના ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવામાં આવ્યા છે. સાથેજ તેમણે ૭ દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવું પડશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button