નવી દિલ્હી

ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં વરસાદની વકી દેશમાં વરસાદની સંભાવના

માવઠા અને વરસાદના કારણે ઠંડી વધી જવાના સંકેતો

નવી દિલ્હી,તા. ૨૯
જમ્મુ કાશ્મીર, ગુજરાત, રાજસ્થાન દિલ્હી તેમજ એનસીઆરમાં ભારે વરસાદ થવાના સંકેત દેખાઇ રહ્યા છે. ભારે વરસાદના કારણે ઠંડી વધી જવાના સંકેત દેખાઇ રહ્યા છે.દેશના કેટલાક રાજ્યોમાં પારો પાંચ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. રાજસ્થાન સહિતના રાજ્યોમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ છે. જમ્મુ કાશ્મીરના વિવિધ ભાગોમાં પારો શુન્યથી નીચે પહોંચી ગયો છે. લેહ અને કારગીલમાં હાડ ગાળી નાંખે તેવી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી દિવસોમાં હવામાન સાફ રહેશે. હાલમાં ઠંડીથી કોઇ રાહત નહી મળે તેવી શક્યતા છે. જમ્મુ કાશ્મીરમાં પારો નીચે ગયો છે. કાશ્મીરના તમામ જિલ્લામાં રાતનુ તાપમાન શુન્યથી નીચે પહોંચી ગયુ છે. તમામ હિસ્સામાં તાપમાન સામાન્યથી બેથી ત્રણ ડિગ્રી નીચે પહોંચી ગઇ છે. પાટનગર શ્રીનગરમાં રાત્રી લઘુત્તમ તાપમાન માઇનસ ૨.૩ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયુ છે. શ્રીનગરમાં દિવસમાં તાપમાન ૧૩ ડિગ્રી રહ્યુ છે. વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસી સ્થળ પહલગામમાં રાત્રી તાપમાન માઇનસ ૪.૪ ડિગ્રી સુધી પહોંચી ગયુ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button