નવી દિલ્હી

જાે તમને એકવાર કોરોના થયો છે તો ઓમિક્રોન થવાની શક્યતા વધારે, ખૂબ જ સતર્ક રહેજાે : ડબલ્યુએચઓ

વિશ્વના તમામ દેશો લગભગ ૨ વર્ષથી કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. કોરોનાના નવા પ્રકારને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે. આ પ્રકારને દક્ષિણ આફ્રિકામાં ઓળખવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ તેને ચિંતાનો પ્રકાર ગણાવ્યો છે. ઉૐર્ંએ રવિવારે ઓમિક્રોન વિશે વિશ્વના લોકોને કેટલીક નવી માહિતી આપી હતી. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટ્‌સથી થયેલા ચેપને ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ દ્વારા ઓળખી શકાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે તે હજુ સુધી સ્પષ્ટ નથી કે ઓમિક્રોન અગાઉના પ્રકારો (ડેલ્ટા, આલ્ફા વગેરે) કરતાં વધુ ચેપી છે કે કેમ. એટલે કે, અત્યારે સ્પષ્ટપણે કહી શકાય નહીં કે તે લોકોને ઝડપથી સંક્રમિત કરશે પણ આ વાતને નકારી પણ શકાય નહીં. સારી વાત એ છે કે આ વેરીયંટને ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ દ્વારા ઓળખી શકાય છે.ડબ્લ્યુએચઓ અનુસાર, પ્રારંભિક લક્ષણો સૂચવે છે કે જે લોકો પહેલાથી જ કોરોના વાયરસના કોઈપણ પ્રકારથી સંક્રમિત છે તેમને ઓમિક્રોનથી ચેપનું જાેખમ વધારે હોઈ શકે છે. ભૂતકાળમાં જે લોકો કોરોનાથી સાજા થયા છે તેઓને સરળતાથી ઓમિક્રોનથી ચેપ લાગવાનું જાેખમ રહેલું છે, તેથી જાે તમને પહેલા પણ કોરોનાનો ચેપ લાગ્યો હોય તો તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર તમે જે રસી લગાવી છે તે તમને આ વેરીંયટ સામે રક્ષણ આપશે કે નહીં તે સ્પષ્ટપણે કહી શકાય નહીં. ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિની સ્થિતિ કેટલી ગંભીર હોઈ શકે છે તે પણ હજુ સ્પષ્ટ નથી.
૦-૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button