ટૉપ ન્યૂઝગુજરાતવરસાદ

ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. હવામાન વિભાગના મતે કમોસમી માવઠા અંગે તમામ જિલ્લાના કલેક્ટરને અલર્ટ આપી દેવામાં આવ્યું છે.

આજ સાંજથી વાતાવરણમાં પલટો આવશે. લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠું થઈ શકે છે. 0થી 2 ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ રહેશે. ખેડૂતો માટે પાક અંગે હવામાને માર્ગદર્શિક જાહેર કરી છે. માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.. હવામાન વિભાગના મતે અમદાવાદ, દાહોદ, સુરત, નવસારી, ડાંગ, તાપી અને આહવામાં વરસાદ વરસી શકે છે. તો આ તરફ મહેસાણા, પાટણ, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં પણ કમોસમી વરસાદ આવે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહીની શક્યાત જોવા મળી રહી છે. ત્યારે આ અંગે શાસ્ત્રીય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં હવાનુ દબાણ સર્જાશે. આથી 30 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 1 અને 2 ડિસેમ્બરે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. પંચમહાલ, મહેસાણા, બનાસાકાંઠામાં વરસાદની શક્યતા છે. તેમજ સમી, હારીજ, કડી, બેચરાજીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે. કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આમ આ માવઠુ ભારે કમોસમી વરસાદ વરસાવી શકે છે.

Advertisement

જાન્યુઆરીમાં પડી શકે કડકડતી ઠંડી
ડિસેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રાવાત ઉભા થશે. ડિસેમ્બરના બીજા સપ્તાહથી કડકડતી ઠંડી પડશે. 19 ડિસેમ્બરે ફરી હવામાન પલટાઇ શકે છે. આ ઉપરાંત 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં ભારે વરસાદ થઇ શકે છે. આ રીતે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. તેમજ જાન્યુઆરીની શરૂઆતમાં કડકડતી ઠંડી પડી શકે છે.

ખેડૂતોની ચિંતા વધી
ડીસેમ્બરમાં કમોસમી માવઠાની આગાહીથી ખેડૂતોમાં છૂપો ભય પ્રસરી ગયો છે.ખેડૂતો પોતાના ખેતર ઉભા પાક અંગે ચિંતીત થયા છે. કેટલાય માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો માલ પણ ખુલ્લામાં પડ્યો હોવાની વાતે પણ ખેડૂતોમાં ચિંતા છે.ત્યારે APMCએ પણ તકેદારી દાખવતા, ખેડૂતોનો માલ -મગફળીને સલામત સ્થળે ખસેડવા તકેદારી લેવી જોઈએ.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button