ટૉપ ન્યૂઝખેડાગુજરાત

ખેડા પાસે હાઈવે પર કાર ડિવાઇડર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત..

અમદાવાદથી વડોદરા તરફ જતાં ખેડા વાત્રક નદીના પુલ પાસે અકસ્માત થયો

ખેડા જિલ્લામાં એક બાજુ આજે સવારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો. તે વચ્ચે ખેડા નજીકથી પસાર થતાં અમદાવાદ-મુંબઈના હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું ઘટના સ્થળે જ્યારે અન્ય એકનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી ફરિયાદ લેવાની કામગીરી આરંભી છે.

ખેડા નજીકથી પસાર થતાં અમદાવાદ-મુંબઈના નેશનલ હાઈવે નં. 48 પર વાત્રક બ્રીજ પાસે બુધવારે સવારે એક અકસ્માત સર્જાયો છે. અહીંયાથી વડોદરા તરફ જતી કાર નં. (GJ 13 NN 3724)ના ચાલકે એકાએક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર સીધી હાઈવેના ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે આ કારનો આગળના ભાગનો લોચો વળી ગયો હતો. જે જોતા કાર સ્પીડમાં હોવાનું મનાઈ રહ્યું છે. આ કારમાં ચાલક સહિત બે મહિલા અને બે પુરૂષો હતા. જેમાંથી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું છે.

Advertisement

ઉપરાંત ઘવાયેલા તમામ લોકોને સારવાર અર્થે ખેડાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાંથી એકને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ ખેડા ટાઉન પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. કાર સુરેન્દ્રનગર જિલ્લાના પાર્સિંગની હોવાથી ઉપરાંત સ્થળ પરથી મળેલ લાયસન્સ અનુસાર સુરેન્દ્રનગરના વતની અને જોશી પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ માહિતી મુજબ પોલીસે વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મૃતક : ઉદય મુકુંદભાઈ રાવલ (ઉ. વ. 50, રહે. સુરેન્દ્રનગર) તથા અન્ય એક ઈજાગ્રસ્ત : આનંદીબેન ઉદય રાવલ (ઉ.વ. 21, રહે. સુરેન્દ્રનગર), મેહુલ પ્રકાશ જોશી (ઉ. વ. 36, રહે. સુરેન્દ્રનગર) આ તમામ લોકો સુરેન્દ્રનગરથી વડોદરા તરફ જતાં હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે ક્યાં જવાના હતા તે ચોક્કસ માહિતી ઈજાગ્રસ્તના નિવેદન લીધા બાદ જ માલુમ પડશે તેમ ખેડા ટાઉનના પીઆઈએ જણાવ્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button