ટૉપ ન્યૂઝઉમરેઠગુજરાત

ડાકોર નગરપાલિકાના પ્રમુખ સહિત ચાર કાઉન્સીલરોનું સભ્યપદ રદ કરવા કમિશ્નરનો હુકમ કરતા રાજકારણમાં ખળભળાટ…..

યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં વારંવાર રાજકીય ચળવળ થતી હોય જાેવા મળે છે. ડાકોર નગરપાલિકાના પ્રમુખ સહિત ચાર સભ્યોએ  ખોટા ઠરાવો કરવા બદલ સ્થાનિક કક્ષાએથી પ્રાદેશિક મ્યુનીસીપલ કમિશ્નરને લેખિતમાં રજુઆત કરી તેની સુનવણી હાથ ધરાતા કમિશ્નરે પ્રમુખ સહીત ચારેય કાઉન્સીલરોના સભ્યપદ કરવા હુકમ કર્યો છે. જેને લઈને ડાકોરમાં ખળભળાટ મચી ગયો છે.

ડાકોર નગરપાલિકામાં ૨૦૧૮ માં કારોબારી સમિતિના ચેરમેન સહિત ૮ સભ્યોએ શહેરમાં આવેલી સરકારી મિલક્તો ભાડે આપવાનો ઠરાવ કર્યો હતો. જેમાં ૯ સભ્યોમાંથી ૪ સભ્યોએ સંમતિ આપી હતી. જે તે વખતે ડાકોર પાલિકાના પ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે હાર્દિકભાઈ શાહ તથા હાલના પ્રમુખ મયુરીબેન પટેલ અને સોનલબેન પટેલ સહિતના સભ્યોએ સરકારી મિલ્કત ગેરકાયદે રીતે ભાડે આપવાના ઠરાવમાં સંમતિ દર્શાવી હતી. જ્યારે અન્ય પાંચ કાઉન્સીલરોએ રેખાબેન ત્રિવેદી, નીરાલીબેન પટેલ, શૈલેષભાઈ દલવાડી, કમલેશભાઈ સોલંકી અને કાંતાબેન પરમારે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં જે તે સમયે સરકારી મિલકત ભાડે આપવાનો ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો. જે બાબતે શહેરના જાગૃત નાગરિક દિનેશભાઈ ચતુરભાઈ પટેલે શહેરી વિકાસ કમિશ્નર ૨૦૨૦ માં લેખિત રજુઆત કરી હતી. જેની સુનવણી હાથ ધરવામાં આવતા ૩૦મીના રોજ પ્રાદેશિક કમિશ્નરે જરુરી પુરાવા તથા સ્થાનિકોની રજુઆતોને ધ્યાને લઈ ચારેય કાઉન્સીલરો દોષિત જણાયા હતા. જેથી હાલના પ્રમુખ મયુરીબેન વી. પટેલ, કારોબારી ચેરમેન હાર્દિક કે. શાહ, રાજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ અને સોનલબેન પટેલ સભ્યપદ રદ કરવાનો હુકમ કર્યો હતો. જેના પગલે ડાકોર નગરપાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button