
આણંદ જિલ્લામાં કોરોનાએ આજે ફરી એકવાર ભય ઉભો કર્યો છે. કોરોનાના કારણે આજે એક દર્દીનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત આજે એક નવો પોઝિટિવ કેસ પણ નોંધાયો છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3 પર પહોંચી છે.
આણંદ જિલ્લામાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન એક પોઝીટીવ કેસ મળવા ઉપરાંત સારવારમાં એકનું મોત નિપજતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું.
Advertisement
સૂત્રોના જણાવ્યાનુસાર, આણંદમાં બુધવારના રોજ 53 વર્ષિય આધેડ કોરોના પોઝીટીવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે એક કોરોના દર્દીનું મૃત્યું નિપજ્યું હતું. જેના પગલે જિલ્લામાં કોરોનાથી મોતનો કુલ આંક 50 સુધી પહોંચી ગયો છે.હાલ જિલ્લામાં કુલ ત્રણ કેસ પોઝીટીવ છે. જેમાં એક વેન્ટીલેટર પર છે. જ્યારે બેની સ્થિતિ સ્થીર ગણવામાં આવી રહી છે.
Advertisement
Advertisement