ટૉપ ન્યૂઝકોરોનાનવી દિલ્હી

દેશમાં કોરોનાની નવી ગાઇડલાઈન લાગુ થયા બાદ ‘એટ રિસ્ક’ દેશોથી આવતા 6 પેસેન્જર્સ સંક્રમિત મળી આવતા ખળભળાટ…….

એમિક્રોન વેરિયન્ટ દુનિયાના 23 દેશમાં ફેલાય ગયો છે. ભારતમાં પણ આ વેરિયન્ટના ભયને લઈને સોમવારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે આજે એટલે કે 1લી ડિસેમ્બરથી લાગુ થઈ છે. કેન્દ્ર સરકારે બુધવારે નવા નિયમો લાગુ થયા બાદ ‘એટ રિસ્ક’ દેશોમાંથી આવતા 6 પેસેન્જર્સ સંક્રમિત મળી આવ્યાં છે.

દેશના વિભિન્ન એરપોર્ટ પર અત્યાર સુધીમાં 3,476 લોકોના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા છે. આ તમામ ‘એટ રિસ્ક’ દેશોમાંથી આવતા 11 ફ્લાઈટ્સના પેસેન્જર્સ હતા. જેમાં દિલ્હી એરપોર્ટ પર 4 પેસેન્જર્સનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. આ ચારેય બ્રિટન અને નેધરલેન્ડથી પરત ફર્યા છે. જ્યારે અન્ય બે લોકોની જાણકારી સામે આવી નથી. આ તમામને દિલ્હીની LNJP હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યાં ડેડિકેટેડ વોર્ડમાં તેઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. અહીં જ તેમની સારવાર પણ ચાલી રહી છે.

Advertisement

હવે દેશમાં આગમન બાદ ઈન્ટરનેશનલ ટ્રાવેલરને ક્વોરન્ટાઈન થવું પડશે
સરકારે મધ્યરાત્રિથી ઓમિક્રોનને લઈને નવી ગાઈડલાઈન્સ 1 ડિસેમ્બરની મધ્યરાત્રિથી લાગુ કરવાની જાહેરાત કરી છે. આ ગાઈડલાઈન્સ મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિથી અમલમાં આવી છે. તેમના મતે હવે ‘એટ રિસ્ક કન્ટ્રીઝ’માં સામેલ 12 દેશમાંથી આવનારી દરેક વ્યક્તિનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ થશેઆ મુસાફરોએ એરપોર્ટ પર જ ટેસ્ટનાં પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. જો ટેસ્ટ નેગેટિવ આવે છે તો તેમને 7 દિવસ માટે હોમ ક્વોરન્ટીનમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. 8મા દિવસે તેમનો બીજો RT-PCR ટેસ્ટ થશે, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને બહાર ફરવા દેવામાં આવશે.

કેન્દ્ર સરકારે 12 દેશને હાઇ રિસ્કની શ્રેણીમાં રાખ્યા
જ્યાં નવા વેરિયન્ટનું જોખમ સૌથી વધુ છે એવા 12 દેશની યાદી કેન્દ્ર સરકારે જારી કરી છે, જેમાં, યુકે સહિત યુરોપના તમામ દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલને સામેલ કર્યા છે. આ દેશોમાંથી આવનારા દરેક યાત્રીના ટેસ્ટ કરાવીને તેમને ક્વોરન્ટીન કરવામાં આવશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button