ટૉપ ન્યૂઝખેડાગુજરાત

નડિયાદમાં ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં લાગી આગ , બાજુમાં પાર્ક કરેલા બે વાહનો….

બાજુમાં પાર્ક કરેલા બે વાહનો પણ બળીને ખાખ થઇ ગયા

નડિયાદમાં વરસાદી માહોલ વચ્ચે આગનો બનાવ બનવા પામ્યો છે. જેમાં રહેણાંક ફ્લેટના પાર્કિગ એરિયામાં પાર્ક કરેલી કારમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ આગની લપેટમાં અન્ય બે વાહનો પણ આવી જતાં આ ત્રણેય વાહનો બળી ગયા હતા. ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરાતાં ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળ આવેલા ગંગાવીહાર ફ્લેટના પાર્કિગ એરીયામાં બુધવારની રાત્રે એક આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. અહીંયા આવેલા પાર્કિગમાં પાર્ક થયેલી કારમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. જોત જોતાએ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં પાર્ક કરેલ અન્ય બે દ્વિચક્રી વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button