ગુજરાતઆણંદ

સોજીત્રાના ભૂતપૂર્વ સરપંચ અને સહકારી ક્ષેત્ર સાથે જાેડાયેલા રાજનીકાંતભાઈ પટેલનું દુઃખદ અવસાન

આણંદ, તા. ૨
સોજીત્રા ગામ પંચાયતના ભૂતપૂર્વક સરપંચ અને સહકારી ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપના રજનીકાંત મનુભાઈ પટેલનું ગત તારીખ ૨૯ ના રોજ હૃદય હુમલાના કારણે દુઃખદ મોત નીપજ્યું હતું.જેને લઈને સમગ્ર સોજીત્રા ગામમાં શોકનો માહોલ પ્રસર્યો હતો.
સ્વ. રજનીભાઇ પટેલ એ પેહલા સોજીત્રા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે, સાથે સાથે તેઓએ સોજીત્રા કો. ઓપેટીવ બેંકના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. તથા હાલમાં તેઓ સોજીત્રા કો. ઓપેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમન પદ પર પોતાની સેવા આપી રહ્યા હતા. તથા તેઓ સોજીત્રા નગરમાં આવેલી અલગ અલગ સંસ્થાઓ જેવી કે સોજીત્રા કેળવણી મંડળ, સી.સી.પટેલ સાર્વજનિક હોસ્પિટલ, શ્રી મ.ર.પટેલ બાલ મંદિર જેવી સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી અને તેઓ સ્વભાવના માયાળુ અને સંવેદનશીલ હોવાથી હંમેશા લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી મદદ રૂપ થતા હતા.તેઓના દુઃખદ અવસાનથી સોજીત્રાના નગરજનોએ જણાવ્યું હતું કે ગામે સાચા સમાજ સેવક ગુમાવ્યા છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button