આણંદ
માતર તાલુકાના મરાલાની દુધ ઉત્પાદક મંડળીના સેક્રેટરીએ ૧.૮૩ લાખની ઉચાપત કરતા ફરિયાદ

આણંદ, તા. ૨
માતર તાલુકાના મરાલા ગામમાં દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સતીષભાઈ પટેલે રુા. ૧.૮૩ લાખની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવતા અચરજ જવા પામી છે. જે મામલે જીલ્લા રજીસ્ટારના હુકમ બાદ લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. હાલમાં દુધ મંડળીમાં ફરજ બજાવતા નેલાભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ૯ સપ્ટેમ્બર ૨૦૧૦ થી ઓક્ટોબર ૨૦૧૯ સુધી સતીષભાઈ મધુસુદનભાઈ પટેલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેમને દુધ મંડળીના કાયમી સિલ્કમાંથી રુા. ૧.૮૩ લાખની અને હંગામી રુા. ૧૯૧૪૦ ની ઉચાપત કરી હોવાની ડેરીના ઓડીટમાં સામે આવ્યું હતું. જે વાત જીલ્લા રજીસ્ટરના હુકમથી આરોપી સતીષ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Advertisement