આણંદ

આણંદ જીલ્લામાં સાડા ત્રણ માસ બાદ કોરોનામાં એક દર્દીનું મોત, જ્યારે દિવાળી પછી છુટા છવાયા કોરોનાના કેસ મળી રહ્યા છે

આણંદ, તા. ૨
આણંદ શહેર અને જીલ્લામાં અત્યાર સુધી ૯૬૪૫ કોરોના પોઝીટીવ કેસ નોધાયા હતા. જાેકે દિવાળી બાદ માત્ર ૯ કેસ નોંધાયા છે. જેમાં ૧૦ દિવસ અગાઉ કોરોનાના ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ બુધવારે સમગ્ર રાજ્યમાં એક મોત નીપજ્યું છે તે પણ આણંદ જીલ્લામાં કોરોનામાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
આણંદ જિલ્લામાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક પોઝીટીવ કેસ મળવા ઉપરાંત સારવારમાં એકનું મોત નિપજતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું.
સૂત્રોના જણાવ્યાનુસાર, આણંદમાં બુધવારના રોજ ૫૩ વર્ષિય આધેડ કોરોના પોઝીટીવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે એક કોરોના દર્દીનું મૃત્યું નિપજ્યું હતું. જેના પગલે જિલ્લામાં કોરોનાથી મોતનો કુલ આંક ૫૦ સુધી પહોંચી ગયો છે.
હાલ જિલ્લામાં કુલ ત્રણ કેસ પોઝીટીવ છે. જેમાં એક વેન્ટીલેટર પર છે. જ્યારે બેની સ્થિતિ સ્થીર ગણવામાં આવી રહી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button