આણંદગુજરાતસુરત

મોટા સમાચાર: કમોસમી વરસાદને લીધે PSI અને લોકરક્ષક દળની તા.૦૩ અને ૦૪ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ….

પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે યોજાનારી LRD-PSIની શારીરિક પરીક્ષા મોકૂફ

રાજ્યમાં આગામી દિવસોમાં ખુબ મોટા પ્રમાણમાં પોલીસ વિભાગમાં ભરતીઓ થવા જઈ રહી છે. તે માટે યુવાનો પણ રાત-દિવસ એક કરીને તૈયારી કરી રહ્યા છે. ત્યારે સુરત અને ભરૂચમાં LRD અને PSIની શારીરિક કસોટીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદને કારણે સુરત અને ભરૂચમાં 3 ડિસેમ્બર અને 4 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.આ અંગે લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ હસમુખ પટેલે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘બધા મેદાનની વરસાદની સમીક્ષા કરી જ્યાં તારીખ ત્રણ અને ચારના રોજ શારીરિક કસોટી થઈ શકે તેમ ન હતી તે ભરૂચ અને વાવ-સુરત તે બે જ મેદાન પર તે બે દિવસ માટે કસોટી મોકૂફ રાખવામાં આવી છે.’

Advertisement

 

વધુમાં તેમણે કહ્યું કે, ‘કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે.વધુમાં તેમણે કહ્યું કે, ‘કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે.
ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.’ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.’

Advertisement

દક્ષિણ ગુજરાતમાં બુધવારે વાતાવરણમાં પલટો સર્જાયો હતો. સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં મોડી રાતથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાંદેર, અડાજણ, ઉધના, વરાછા સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે, ભરૂચ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભરૂચના અંકલેશ્વર, નેત્રંગ, દહેજમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button