ગુજરાતઆણંદટૉપ ન્યૂઝ

આણંદ તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રએ એનઆરઆઈ યુવતીના ફોટા-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી, 33 લાખ પડાવ્યાં, ચાર શખ્સો વિરુધ નોધાઇ ફરિયાદ

પ્રેમસંબંધ દરમિયાન યુવતીના પાડેલા ફોટા અને ઉતારેલા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઇલ કરીઆણંદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પુત્રએ અગાઉ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના વાંધાજનક ફોટા અને વીડિયો ઉતાર્યાં હતાં. જોકે, કોઇ કારણસર યુવતીએ પ્રેમસંબંધ તોડી અમેરિકા જતી રહી હતી. આ બાબતની રીસ રાખી પ્રમુખના પુત્રએ યુવતીને ફોન કરી તેને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.33 લાખ જેવી રકમ પડાવી હતી. આ ઉપરાંત તેના પિતા પાસે જઇ લગ્ન કરાવી આપવા અથવા રૂ.20 લાખ આપવાની ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં આણંદ ગ્રામ્ય પોલીસે પ્રમુખ, તેમના પતિ, પુત્ર સહિત ચાર સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ અંજનાબહેન પટેલનો પુત્ર કૃણાલને અજરપુરા ગામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધનો લાભ લઇ તેણે કેટલાક વાંધાજનક ફોટો અને વીડિયો લીધાં હતાં. જોકે, ત્રણ વર્ષ પહેલા યુવતી અમેરિકા જતી રહી હતી. આ ઘટના બાદ કૃણાલે યુવતીને વારંવાર ફોન કરીને તેના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.33 લાખ જેવી રકમ પડાવી લીધી હતી. આમ છતાં કૃણાલે કેડો મુક્યો નહતો અને વધુને વધુ રકમ માંગતો હતો. દરમિયાનમાં 8મી સપ્ટેમ્બર,21ના રોજ સવારના કૃણાલ બાલકૃષ્ણ પટેલ, પ્રમુખ પતિ બાલકૃષ્ણ પટેલ, પ્રમુખ અંજનાબહેન અને હિરેન પ્રદીપભાઈ પટેલ યુવતીના પિતાના ઘરે ગયા હતાં ને લંડનથી આવેલા તેમના પુત્રને પરત જવા દેવો હોય તો તમારી પુત્રીને અમેરિકાથી બોલાવી લો, મારે તેની સાથે લગ્ન કરવા છે અથવા રૂ.20 લાખ આપો. તેમ કહી ધમકી આપી હતી.

Advertisement

યુવતીના પિતાએ વિરોધ કરતાં તેમને અવાર નવાર ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે કંટાળી યુવતીના પિતાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે કૃણાલ, બાલકૃષ્ણ, અંજનાબહેન અને હિરેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાનગર પોલીસે અગાઉ વીડિયો ડીલીટ કરાવ્યાં હતાં
અમેરિકા રહેતી યુવતીને બ્લેક મેઇલ કરતાં કૃણાલ સામે અગાઉ યુવતીના ભાઇએ વિદ્યાનગર પોલીસમાં ફરિયાદ આપી હતી. આ સમયે પોલીસ મથકે ફોટા અને વીડિયો ડીલીટ કરીને હવેથી હેરાન નહીં કરે તેવી ખાતરી આપી હતી. આમ છતાં કૃણાલે અવાર – નવાર હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. આ કેસમાં યુવતીનો ભાઇ લગ્ન માટે આણંદ આવ્યો હોવાથી તેના પર કેસ કરી પરત લંડન ન જઇ શકે. તેવી ધમકી આપવામાં આવતી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button