ગુજરાતવરસાદ

હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ થયો

:24 કલાકમાં રાજ્યના 159 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 6 ઈંચ, પારડી, વલસાડમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો

અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં 6 ડિસેમ્બર સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. તે ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, દિવ અને દમણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આવતી કાલે ત્રીજી ડિસેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત આગામી 6 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ઉમરપાડામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ થયો
ગઈકાલે વહેલી સવારથી સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું.રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં 4 ડીગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડામાં થયો છે.
તે ઉપરાંત પારડી, વલસાડ અને ખેરગામમાં 3.5 ઈંચ વરસાદ થયો છે. ઉમરગામ, મહુવા, પલસાણા, વાપી, નવસારી, ચિખલીમાં 3 ઇંચ વરસાદ થયો છે.

Advertisement

છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ થયો છે. ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે.
વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવાં કે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે,
જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.

આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી હતી. તે છતાંય માછીમારો દરિયામાં ગયાં હતાં.

Advertisement

સોરાષ્ટ્રનો દરિયા કિનારો તોફાની બનતાં ગીર સોમનાથના દરિયામાં આજે 15 બોટ સહિત 15થી વધુ માછીમારો લાપતા થયાં હતાં. તેમાંથી ચાર માછીમારોનો બચાવ કરવામાં આવ્યો છે.ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર, દ્વારકા, વેરાવળ, દિવ, જાફરાબાદ, પિપાવાવ, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, અલંગ, મગદલ્લા અને દમણના દરિયામાં નહીં જવા માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ સર્જાતાં ઠંડીનો ચમકારો વધ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું છે.

રાજકોટ મહાનગરમાં આજે સવારથી સૂર્યદેવ વાદળોમાં છુપાયેલા રહેતાં વાદળિયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થતાં છેલ્લા 24 કલાકથી લોકોને સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લેવો પડયો હતો. ભરબપોરે ઠંડકથી રાજકોટ મહાનગરમાં હિલ સ્ટેશન સમા દૃશ્યો જોવા મળ્યાં હતાં.

Advertisement

 

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button