ગુજરાતગાંધી નગરટૉપ ન્યૂઝરાજકારણ

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ જાહેર,જાણો કોણ છે કોંગ્રેસના નવા સુકાની………

ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણૂક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. એમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યો સાથેની બેઠકમાં વિરોધપક્ષના નેતાપદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાલ દિલ્હીમાં છે તેઓ ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યાંથી સીધા ગાંધીનગર જશે. જ્યાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં વિધાનસભા વિપક્ષના નેતાનું નામ નક્કી થશે.

કોણ છે જગદીશ ઠાકોર?
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યને પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button