આણંદ
આણંદના સાંસદે કડકડતી ઠંડીમાં ઠુંઠવાતા ભીક્ષુકોને સ્વેટર વિતરણ કરી સેલ્ટર હાઉસમાં સુવાડ્યા
આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ શુક્રવાર રાત્રે આણંદ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા ફુટપાથ પર સુતા ગરીબો અને ભીક્ષુકોને ઠંડીમાં રક્ષણ પુરૂં પાડ્યું

આણંદ, તા. ૪
આણંદ શહેર જીલ્લામાં કમોસમી માવઠાના પગલે ઠંડીનું જાેર વધી ગયું છે અને પવન ફુંકાઈ રહ્યો છે ત્યારે કડકડતી ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. ત્યારે હાલમાં શહેરના ફુટપાથ પર જીંદગી વિતાવતા ગરીબો અને ભીક્ષુકોને રાત્રી કેમની પસાર કરવી તે કઠીન બની છે ત્યારે આણંદ જીલ્લાના લાગણીશીલ સાંસદ મિતેશભાઈ પટેલ શુક્રવાર રાત્રે આણંદ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મુલાકાત લઈને ફુટપાથ પર ઠંડીમાં ઠુંઠવાઈ રહેલા ભીક્ષુકોને સ્વેટર વિતરણ કરી તેમજ ઠંડીથી બચાવાના હેતુથી પોતાના કારમાં ભીક્ષુકોને બેસાડી સેલ્ટર હાઉસમાં લઈ ગયા હતા.
આણંદ શહેર સહિત જીલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે ત્યારે ખુલ્લામાં સુઈ રહેલા ભીક્ષુકોની હાલત ખરાબ થઈ ગઈ છે. જાેકે આણંદ શહેરમાં સેલ્ટર હાઉસ બનાવવામાં આવ્યું છે તેમ છતાં કેટલાક ભીક્ષુકો રેલ્વે સ્ટેશનની બહાર કે ફુટપાથ પર સુઈ રહે છે. જેના કારણે આખી રાત ઠંડીમાં ઠુંઠવાય છે. જેથી આણંદના સાંસદ ગઈકાલ રાત્રે આવા ભીક્ષુકોને શોધી સ્વેટર વિતરણ કરીને ઠંડીથી રક્ષણ આપવાનું કામ કર્યું છે. સાથે સાથે પોતાની કારમાં બેસાડી સેલ્ટર હાઉસમાં લઈ જઈ સુવાની વ્યવસ્થા કરી આપી હતી. તેઓની આ કામગીરી સૌએ બિરદાવી હતી. આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ સેવાકીય કાર્યમાં સદાય અગ્રેસર રહે છે. તેઓ કોરોના કાળમાં પણ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને અનાજ કપડા સહિતની કીટનું વિતરણ કર્યું હતું. ગરીબ પ્રજા ભુખી ન સુવે તે માટે તેઓ અવારનવાર કીટ વિતરણ કરે છે. આમ સાંસદની આ કામગીરી સૌ કોઈ બિરદાવી રહ્યા છે.
સાંસદે આણંદ શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને ફુટપાથ પર સુતેલા ભીક્ષુકોને સેલ્ટર હાઉસ લઈ ગયા
આણંદ શહેરના સ્ટેશન વિસ્તાર, અમુલ ડેરી રોડ અને અન્ય વિસ્તારમાં સાંસદ મિતેશભાઈ પટેલે શુક્રવાર રાત્રે મુલાકાત લઈ ગરીબ અને ભીક્ષુકો સાથે વાતચીત કરીને ઠંડીમાં બહાર નહી સુવા સમજાવ્યા હતા તેમજ ભીક્ષુકો અને બાળકોને પોતાની ગાડીમાં બેસાડી સેલ્ટર હાઉસ સુધી સુવાની વ્યવસ્થા કરી હતી. સાથે સાથે તેઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોઈપણ મુશ્કેલી પડે તો સંપર્ક સાધવા ભીક્ષુકોને જણાવ્યું હતું. આમ તેઓની આ સેવા સૌ કોઈએ બિરદાવી છે.
Advertisement