કોરોનાઆણંદગુજરાતટૉપ ન્યૂઝ

ઓમિક્રોનના દસ્તક વચ્ચે આણંદમાં યુકેથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ આવતા ઘરના 6 સભ્યોને………….

આણંદમાં યુકેથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ આવતા ઘરના 6 સભ્યોને ક્વોરેન્ટાઇન કરાયા

આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પર આવેલી સરદાર પટેલ કોલોનીમાં યુકેની યુવતી ગત 29મી નવેમ્બરના વતનમાં આવી હતી. જે તે સમયે એરપોર્ટ પર કરાયેલા આરટીપીસીઆર ટેસ્ટમાં નેગેટિવ આવ્યો હતો પરંતુ 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન પૂરું થયા બાદ કરાયેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જેથી હાલ તેને તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમજ ઘરના 6 સભ્યોને હોમ કોરેન્ટાઇન કરીને સોસાયટી વિસ્તારને આરોગ્ય વિભાગે કન્ટેમેન્ટ ઝોન જાહેર કરીને અવરજવર પ્રતિબંધ મુકી દીધો છે. આણંદ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વિદેશમાંથી આવતાં એનઆરઆઇને 7 દિવસ હોમ કોરોન્ટાઇન કર્યા બાદ તેઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે.

Advertisement

ગત 29મી આવેલા એનઆરઆઇનો મંગળવારે સવારે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આણંદ અમૂલ ડેરી રોડ પર સરદાર પટેલ કોલોનીમાં રહેતી અને લંડનથી આવેલી 39 વર્ષની યુવતીનો રીપોર્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. તાત્કાલિક યુવતીને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તંત્રએ સંભવિત ઓમિક્રોન બાબતે પણ તપાસ કરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button