આણંદ

ગળતેશ્વરના મીઠાના મુવાડા સરપંચ એક મતથી તો વળી મહુધાના શેરીના સરપંચ માત્ર બે મતથી વિજયી બન્યા

આણંદ, તા. ૨૨
રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામમાં એક મતની કિંમત કેટલી મહત્વની બની જાય છે તે આજે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં જાેવા મળ્યું છે. ગળતેશ્વરના મીઠાના મુવાડા ગ્રામ પંચાયતમાં માત્ર એક મતથી સરપંચના ઉમેદવાર વિજયી બન્યો છે. ૧થી ૧૦ મતથી વિજય બનનારની સંખ્યા પણ આજના પરિણામ જાેતા ઘણી જાેવા મળી હતી. તે જાેતા એક મતની કિંમત કેટલી મહત્વની બની જાય છે તે જાેઈ શકાય છે.
ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડાના સરપંચ સોનલબેન રાઠોડ માત્ર એક મતથી વિજય બન્યા છે. જયારે મહુધા તાલુકાના શેરી ગામના સરપંચ દક્ષાબેન ચૌહાણ માત્ર બે મતથી વિજયી બન્યા છે. તો વળી નડિયાદ તાલુકાના સિલોડના કનુભાઈ પૂનમભાઈ ચૌહાણ ૬ મતથી વિજય બન્યા છે. જ્યારે માતર તાલુકાના વસઈના સરપંચ જયંતીભાઈ રાઠોડ માત્ર સાત મતથી વિજયી બન્યા છે. તેમજ કપડવંજ તાલુકાના ધોળી વાવના સરપંચ અલકાબેન ૧૦ મતથી વિજયી બન્યા છે. ઠાસરા તાલુકાના જલાનગરમાં કૌશિક લક્ષમણસિહ પરમાર સરપંચ તારીકે-૧-વોટે જીત-૪૨૪-વોટ મેળવ્યા હતા. જયારે સામાવાળાને ૪૨૩ વોટ મેળવતા ૫ વખત રી કાઉન્ટીંગ કરવામાં આવ્યું હતું. આમ માત્ર નજીવા મતથી વિજય બનનારની સંખ્યા પણ જિલ્લામાં ઘણી જાેવા મળી રહી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button