આણંદ
આણંદ શહેરના વોર્ડ નં. ૬ માં જુદા જુદા વિસ્તારમાં ૨૨.૯૬ લાખના ખર્ચે ત્રણ સીસી રોડનું કામ હાથ ધરાયું
પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ અને છાયાબેન ઝાલા દ્વારા ખાતમુર્હુત કરવામાં આવ્યું, મહાવીર ઝુપડપટ્ટીનો વર્ષોથી સળગતા પ્રશ્નોનું નિરાકરણ લાવતા વોર્ડ નં. ૬ ના કાઉન્સીલર રાધિકાબેન રોહિત

આણંદ, તા. ૨૩
આણંદ નગરપાલિકા દ્વારા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આરસીસી સહિત સીસી રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરુપે વોર્ડ નં. ૬ માં ત્રણ માર્ગો ૨૨.૯૬ લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યા હતા. જેનું ખાતમુર્હુત આજરોજ પાલિકા પ્રમુખ સહિત કાઉન્સીલરોની ઉપસ્થિતિમાં શરુ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસામાં ધોવાઈ ગયેલા માર્ગો તથા વર્ષોથી ન બનેલા માર્ગો ઉપર નવીન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરુપે વોર્ડ નં. ૬ માં કાચા રસ્તા પર ત્રણ જગ્યાએ જુદા જુદા માર્ગોના સીસી રોડ મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં ૮.૩૯ લાખ, ૯.૬૩ લાખ અને ૪.૯૪ લાખ મળીને ૨૨.૯૬ લાખના ખર્ચે ત્રણ માર્ગોનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેનું ખાતમુર્હુત આજરોજ પાલિકા પ્રમુખ રુપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબા ઝાલા, કાઉન્સીલર રાધિકાબેન રોહિત અને દીપુભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું.
Advertisement