કોરોનાઆણંદખેડાગુજરાતટૉપ ન્યૂઝ

ચરોતરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ પોઝીટીવ કેસ, અત્યાર સુધીના ઓમીક્રોન ૧૨ થી વધુ કેસ

નોનકોવીડમાં એકનું મોત, જ્યારે એક્ટીવ દર્દીઓની સંખ્યા ૬૪ ઉપર પહોંચી છે

આણંદ, તા. ૨૯
આણંદ ખેડા જીલ્લામાં ઓમીક્રોન અને કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. મંગળવારે પણ ચરોતરમાં ૧૯ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં સ્થાનિક સંક્રમણના ૧૭ કેસ જાેવા મળ્યા હતા. જ્યારે બે કેસ વિદેશથી આવેલા લોકોમાં જાેવા મળ્યા છે. આમ સ્થાનિક કક્ષાએ કોવીડના ગાઈડ લાઈનનું પાલન નહી થતું હોવાથી તેમજ રાજકીય મેળાવડાઓ અને સામાજીક પ્રસંગોને પગલે કોરોના સંક્રમણ ડિસેમ્બર માસમાં તેજ બન્યું છે. હાલમાં તકેદારી રાખવામાં નહી આવે તો ગત મે વાળી થવાની સંભાવના વર્તાઈ રહી છે. અત્યાર સુધી ઓમીક્રોમના બાર કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે ગઈકાલે નડિયાદ સિવિલમાં કોરોના સંક્રમિત ઉંઢેળાના વૃદ્ધનું મોત નીપજ્યું છે. તેમ છતાં હજુ પણ લોકો ગંભીરતાથી કોરોનાને લેતા નથી જે ચિંતાનો વિષય બની ગયો છે.
ખેડા જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. દિનપ્રતિદિન વધતાં જતાં કેસોના કારણે સંકટના વાદળો છવાઈ રહ્યા છે. તો વળી આજે કોરોનાના કારણે એક વૃધ્ધનું મોત પણ નિપજ્યું છે. જ્યારે આજે વધુ કોરોનાના ૭ કેસો સામે આવ્યા છે. જેમાં નડિયાદમાંથી જ ૫ અને એક માતરના ઉંઢેળા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા ૨૫ ઉપર પહોંચી ચૂકી છે.
મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના કેસોની જાે વાત કરવામાં આવે તો નડિયાદમાં એકી સાથે ૫ કેસો નોંધાયા છે. જેમાં નડિયાદના અલિન્દ્રાનો એક ૧૭ વર્ષિય કિશોર, નડિયાદ સંતરામ દેરી રોડ પર ૫૧ વર્ષિય પુરુષ, શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં એક જ સ્થળેથી ૨૨ વર્ષિય યુવતી અને ૨૭ વર્ષિય યુવક, ઉપરાંત મિશન રોડ પરના પંચાયત સદનમાં રહેતા આરોગ્ય વિભાગના ૪૫ વર્ષિય કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત માતર તાલુકાના ઉંઢેળા ગામે એક ૬૮ વર્ષિય મહિલા કોરોના સંક્રમિત થઈ છે.
આમ છેલ્લા ૨૪ કલાકમાં જ અડધા ડઝન કેસોનો નોંધપાત્ર વધારો થયો છે. જે બાદ સમગ્ર જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ૨૫ પર પહોંચી ચૂકી છે. કોરોનાનો ગ્રાફ દિવસેને દિવસે વધતાં આવનાર દિવસોમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેમાં કોઈ શંકાનું સ્થાન નથી.
આણંદ જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સક્રમંણ તેજ બની રહ્યું છે. ઓમિક્રોનની સાથે સાથે સ્થાનિક સક્રમંણના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ જિલ્લામાં ૧૮ પોઝિટીવ આવ્યા હતા. જયારે મંગળવારે પુનઃ કોરોનાના ૧૨ પોઝિટીવ કેસ નોંધાયા છે. ૫ દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે. મંગળવારે આવેલા પોઝિટીવ કેસોમાંથી તમામ દર્દીઓ સ્થાનિક સંક્રમણના નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ સહિત સૌ કોઇ માટે ચિંતાનો વિષય બની ગયો છે. જયારે મંગળવારે ૫ દર્દીઓ કોરોના મુકત થતા હાલમાં ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે.જેમાંથી ૧૨ દર્દીઓ હોસ્પિટલમાં અને ૨૭ દર્દીઓ હોમઆઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યાં છે.
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે કોરોનાના નવા કેસ ૧૧ આવ્યા છે. તેઓ સ્થાનિક સક્રમંણનો ભોગ બન્યા છે. જયારે એક કેસ જૂનો રિપિટ કરવામાં આવ્યો છે. આમ જિલ્લામાં દિવાળી બાદ ૬૬ પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં હાલ ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં ઓમિક્રોનના ૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે એક દર્દી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જ્યારે ખેડા જિલ્લામાં મંગળવારે વધુ ૭ કોરોના કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેની સાથે કોરોના પોઝિટિવનો આંક વધીને ૧૦,૪૮૩ પર પહોંચી ગયો છે. છેલ્લા એક મહિના દરમિયાન જિલ્લામાં કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ સામે આવતા હવે જિલ્લાવાસીઓ માટે ચિંતાજનક સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. આજરોજ નડિયાદ તાલુકામાં ૫ જ્યારે માતર તાલુકામાં કોરોના નો ૧ કેસ પોઝિટિવ નોંધાયો છે
નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત
કોરોનાની ત્રીજી લહેરની ભીતિ વચ્ચે નડિયાદ શહેરમાં વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયું છે. બે દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વૃધ્ધ દંપતીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જે પૈકીના ૬૫ વર્ષિય વૃધ્ધનું આજે સવારે અવસાન થયું છે. આરોગ્ય વિભાગ તરફથી મળતી વગતો મુજબ સિવિલ હોસ્પિટલ પાસે આવેલ સાધના સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષિય વૃધ્ધ અને તેમની પત્નીને ગત તા.૨૬ ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી દંપતીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વૃધ્ધને પહેલા થીજ ૮ ચોકડી ડાયાબીટીસ, સેલ્યુલાયસિસ સાથે રેન્ડમ બ્લડ સુગર હતુ. જેના કારણે તેઓની સ્થિતિ ક્રિટીકલ હોઈ ડોક્ટર દ્વારા પહેલા દિવસથી જ તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. ગઈ કાલ સાંજથી વૃધ્ધની તબિયત વધુ લથળતા તેઓને બાયપેપ પર રાખવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે તેઓનું મૃત્યુ થયું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button