સમાચારઆણંદગુજરાતટૉપ ન્યૂઝ

વાસદની મહીસાગર નદીમાં યુવાને બ્રીજ ઉપર બાઈક મૂકી નદીમાં પડતુ મુક્યુ, 4 કલાક બાદ….

મનન હિંગુ, આણંદ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામના વિદ્યાર્થીએ આજે વહેલી સવારે ફાજલપુર પાસેથી પસાર થતી મહી નદીના જુના બ્રિજ ઉપરથી પડતું મૂક્યું હતું. 4 કલાક બાદ વિદ્યાર્થીનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો. બ્રિજ ઉપર પોતાની બાઇક મુકીને પડતું મૂકનાર યુવાન એન્જિનિયરીંગ કોલેજનો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરંત જ લાશ્કરો સ્થળ પર પહોંચી જઇ મહી નદીના પાણીમાં લાપતા યુવાનની શોધખોળ શરૂ કરી હતી.

સાવલી તાલુકાના મોક્સી ગામમાં રહેતા મહીપતસિંહ મહીડાએ (ઉં.19) વહેલી સવારે ફાજલપુર મહી નદી ઉપરના જુના બ્રિજ ઉપરથી ધસમસતી મહી નદીમાં પડતું મૂક્યું હતું. બ્રિજ ઉપર મોટર સાઇકલ મુકીને પડતું મુકનાર મહીપતસિંહ એન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરે છે. આ બનાવની જાણ જયનેશભાઇ પટેલ દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર પહોંચી ગયા હતા અને મહી નદીના વહેતા પાણીમાં લાપતા થયેલા મહીપતસિંહની શોધખોળ હાથ ધરી હતી. 4 કલાક બાદ વિદ્યાર્થીનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો.

Advertisement

દરમિયાન આ બનાવની જાણ મહીપતસિંહના પરિવારજનોને થતાં તેઓ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. તે સાથે આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ટીમ પણ પહોંચી ગઇ હતી. મહીપતસિંહે મહી નદીમાં પડતું મુકતા પરિવારજનો ચિંતાતૂર બની ગયા હતા. મહિપતસિંહ મહીડાએ કયા કારણોસર મહી નદીમાં પડતું મુક્યું છે. તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button