ખેડાટૉપ ન્યૂઝ

ખેડા કેમ્પમાં LRDની ભરતી પ્રક્રિયામાં આવેલ સંતરામપુર તાલુકાના નવ યુવાનનું આકસ્મિક રૂમ પર મોત થતાં ચકચાર

3 મિત્રો સાથે આવેલ યુવાન પોતાની દોડની પ્રક્રિયા પૂર્ણ કરી રૂમ પર સૂઈ ગયા બાદ તે ઉઠ્યો નહોતો

સમગ્ર રાજ્યમાં હાલ તબક્કાવાર લોક રક્ષક દળની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લામાં ખેડા કેમ્પ ખાતે આજે આ ભરતી પ્રક્રિયામાં આવેલ 19 વર્ષિય યુવકનું રૂમ પર આકસ્મિક મોત થતાં ચકચાર જાગી છે. મિત્રો સાથે આવેલ યુવાન પોતાની દોડની પ્રક્રિયા પૂર્ણ કરી રૂમ પર સૂઈ ગયા બાદ તે ઉઠ્યો નહોતો. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કોતરા ગામે રહેતો 19 વર્ષિય બામણીયા નરેન્દ્ર ગલાભાઈ ગતરોજ સમીસાંજે પોતાના 3 મિત્રો સાથે લોક રક્ષક દળની ભરતીની પ્રક્રિયા માટે ખેડા ખાતે આવ્યો હતો. જ્યાં ખેડા કેમ્પ ખાતે રૂમની સુવિધા ઊભી કરાઈ હતી. વજેસિંહ શિવસિંહ રાઠોડની ત્યાં નરેન્દ્ર અને તેના મિત્રો રૂમ પર રોકાયા હતા.

Advertisement

વહેલી સવારે નરેન્દ્ર દોડની પ્રક્રિયામાં પણ ભાગ લીધો જે બાદ નરેન્દ્ર એ ગ્રાઉન્ડના લગભગ ત્રણ ચક્કર પણ લગાવ્યા આ પ્રક્રિયા પૂર્ણ કરી તે પોતાની રૂમ પર આવ્યો હતો. તો તેના અન્ય મિત્રોની આ દોડની પ્રક્રિયા બાકી હોવાથી તેઓ ગ્રાઉન્ડ પર હતા. નરેન્દ્ર પોતાની રૂમ પર આવી સૂઈ ગયો હતો. તેના મિત્રો પરત રૂમ પર આવી તેને જગાડતા નરેન્દ્ર જાગ્યો નહતો. જે બાદ તપાસ તબીબની ટીમે તપાસ કરતાં મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આથી આ અંગે ખેડા ટાઉન પોલીસે આશીષ રતનભાઈ ગરાસિયાની જાણને આધારે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button