ગુજરાતખેડાટૉપ ન્યૂઝમાતર

માતર તાલુકાના પરીએજ ગામે આવેલ પાણી પુરવઠા વિભાગની મોટી બેદરકારી !! સાત લોકો થયા હતા…..

આણંદ, તા. ૮
ખેડા જિલ્લાના માતર તાલુકાના છેવાડા ગામ ગણાતાં પરીએજ ગામે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરીન બોટલમાંથી ગેસ લીકેજ થતાં અફડાતફડી સર્જાઈ હતી. ગભરામણ જેવો માહોલ થતાં આસપાસ રહેતા ૧૦ વ્યકિતઓ બેભાન થયા છે. તો વળી પશુઓની પણ હાલત કફોડી બની છે. ગેસની અસરના કારણે બેભાન થયેલા સાત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ખેડા જિલ્લાના માતર તાલુકાના છેવાડા ગામ ગણાતાં પરીએજ ગામે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરીન બોટલમાંથી ગેસ લીકેજ થતાં અફડાતફડી સર્જાઈ હતી. ગભરામણ જેવો માહોલ થતાં આસપાસ રહેતા ૧૦ વ્યકિતઓ બેભાન થયા હતા જેમાં કિરણબેન મકવાણા (ઉં.૨૫), રમીલાબેન મકવાણા (ઉં. ૪૨), દિપકભાઈ પરમાર (ઉં. ૨), માણેકબેન પરમાર (ઉં. ૪૯), મનોજકુમાર મકવાણા (ઉં. ૩૦), ગંગાબેન મકવાણા (ઉં. ૫૫), ફતેસિંગભાઈ મકવાણા (ઉં. ૩૭), શક્તાભાઈ મકવાણા (ઉં. ૬૪), મહેન્દ્રભાઈ મકવાણા (ઉં. ૨૨), ગોવિંદભાઈ મકવાણા (ઉં. ૪૮) તો વળી પશુઓની પણ હાલત કફોડી બની છે. ગેસની અસરના કારણે બેભાન થયેલા સાત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા  હતા જ્યાં સમયસર સારવાર મળી જતા મોટી જાનહાનીની ઘટના ટળી હતી.
આ ઘટના ને પગલે આસપાસના લોકોએ રોષપૂર્વક જણાવ્યું છે કે, આ ઘટનામાં પરીએજ પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા લગભગ દસ વર્ષથી અહીંયા ક્લોરીનનો બોટલનો નિકાલ ન કરતાં આજે આ ઘટના સર્જાઈ હોવાનું જણાવ્યું છે. જ્યારે આ ઘટનામાં અબોલ પશુઓ પણ ભોગ બન્યા છે. સ્થાનિક લોકોના પશુઓ પણ આ ગેસ શ્વાસોશ્વાસ લેતા તેઓની સ્થિતિ ગંભીર બની છે. આ ઘટનાને પગલે માતર મામલતદાર  અને ્‌ર્ડ્ઢં સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. જ્યારે નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ગેસ લીકેજ થતું અટકાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ફાયરબ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા મોટી જાનહાનીથી બચવા માટે બનાવથી ૧ કીમી દુર આ બોટલને ખાડામાં દાટી દેવાઈ હતી અને આ બાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચાલવી આ ગેસને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
માતર મામલતદાર પી.સી.ભગત સમયસર પોહચી જતા મોટી જાનહાની ટળી
આ અંગે માતર મામલતદારને પુછતાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટના પરીએજ પાણી પુરવઠાના સંપના કંપાઊન્ડમાં બની છે. અહીંયા પાણીનું શુદ્ધિકરણ કરી સૌરાષ્ટ્ર તથા જે તે વિસ્તારમાં પહોંચાડવાની કામગીરી થાય છે. શુક્રવારે બપોરે લગભગ ૧૨ઃ૩૦થી ૧ વાગ્યાના સમયગાળામાં આ ઘટના બની હતી. જાેકે અમે નજીક બામણગામમાં સેવાસેતુના કાર્યક્રમમાં હતા અને જેવી ઘટનાની જાણ થતાં અમે તુરંત બનાવ સ્થળે દોડી આવ્યા હતા. જાેકે આસપાસ રહેતા ૭ લોકો ગંભીર થતાં તેઓને સારવાર અર્થે ખસેડાયા છે. તમામની હાલત સુધારા પર છે પરંતુ એક અસ્થમા વાળા દર્દી હાલ પણ બેભાન માંથી ભાનમાં આવતા સમય થયો હતો. આ ઘટનાની જાણ ય્જીડ્ઢસ્છની ટીમને થતાં તેઓનો સ્ટાફ પણ બનાવ સ્થળે દોડી આવ્યો હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button