આણંદ

દંતાલી સીમમાં પત્તા પાનાનો જાહેરમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા

આણંદ, તા. ૧૧
લોકડાઉનના ગાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં દારુ જુગારની બદી ફુલીફાલી છે ત્યારે તેને નેસ્તનાબુદ કરવા માટે ખેડા જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના અનુસાર વસો પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દંતાલી સીમમાં પત્તા પાનાનો જુગાર રમી રહેલા દસ વ્યÂક્તઓને ઝડપી પાડી તેઓની પાસેથી દાવ પર મુકેલ તથા અંગજડતીમાંથી મળી આવેલ ૧૬૧૫૦ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વસો પોલીસ સ્ટેશનના પોસઈ જી. બી. પરમાર, એએસઆઈ હાજીખાન, જીજ્ઞેશકુમાર, પોકો આકાશકુમાર વગેરે જુગારની બદી નેસ્તનાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. ત્યારે દંતાલી સીમમાં જાહેરમાં કેટલાક યુવાનો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હતા. જેથી પોલીસે કોર્ડન કરીને જુગાર રમી રહેલા અરવિંદભાઈ ચીમનભાઈ સોલંકી રહે. બામરોલી, રમેશભાઈ ભીખાભાઈ પરમાર રહે. દંતાલી, ઈદ્રીશમીયા સફીમીયા મલેક રહે. દંતાલી, અર્જુનભાઈ સોમાભાઈ બારૈયા રહે. બામરોલી, મહેશભાઈ ભીખાભાઈ પરમાર રહે. દંતાલી, રણજીતસિંહ રમેશભાઈ સોલંકી રહે. બામરોલી, જશવંત અશ્વિનભાઈ પરમાર રહે. દંતાલી, હુસેનમીયા ઈસ્માઈલમીયા મલેક રહે. દંતાલી, જીજ્ઞેશ મફતભાઈ સોલંકી રહે. બામરોલી અને વિજય બાબુભાઈ ચાવડા રહે. દંતાલીને ઝડપી પાડી દાવ ઉપર મુકેલા ૩૪૬૦ તથા અંગજડતીમાંથી મળી આવેલ ૧૨૬૯૦ મળીને કુલ્લે ૧૬૧૫૦ નો મુદ્દામાલ કબ્જે લઈ દસેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button