શેરબજાર માંદગીના ખાટલેઃ પ્રારંભે ૧૦૦૦થી વધુ પોઈન્ટનું ગાબડુ

મુંબઈ, તા. ૨૭
અમેરિકી ફેડરલ રીઝર્વ માર્ચમાં વ્યાજ દરમાં વધારો કરશે તેવી દહેશતને પગલે આજે પણ શેરબજારે ગોથુ ખાધુ છે. સેન્સેકસ અને નિફટી ઉંધામાથે પટકાયા છે. પ્રારંભે સેન્સેકસમાં ૧૧૫૦થી વધુ પોઈન્ટનું ગાબડુ નોંધાયુ હતું. પ્રારંભમાં જ નિફટીએ ૧૭૦૦૦ તો સેન્સેકસે ૫૭૦૦૦ની સપાટી ગુમાવી હતી.આ લખાય છે ત્યારે સેન્સેકસ ૮૫૮ પોઈન્ટ ઘટીને ૫૬૯૯૯ અને નિફટી ૨૫૨ પોઈન્ટ ઘટીને ૧૭૦૨૫ ઉપર ટ્રેડ કરે છે.
તમામ સેકટર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. આજે પણ દિગ્ગજ શેરોના હાલ બેહાલ થઈ જવા પામ્યા હતા. દિવસભર અફડાતફડી મચે તેવી શકયતા છે.
મારૂતિ ૮૬૬૯, એકસીસ ૭૫૫, કોટક બેન્ક ૧૮૫૯, ઈન્ડસ બેન્ક ૮૮૪, ટીવી ૧૮ બ્રોડકાસ્ટ ૫૮.૪૦, શારદા ૫૭૮, ડીસીએમ ૧૧૨૦, થોમસ કુક ૭૦, ટેક મહિન્દ્રા ૧૪૬૫, એચસીએલ ૧૦૯૩, ટાટા સ્ટીલ ૧૦૭૦, ટાઈટન ૨૨૯૧, ઈન્ડીગો ૧૮૬૫, સ્વરાજ ૧૫૨૯, ઈન્ડીયા બુલ્સ રીયલ ૧૪૧, ફીનોલેકસ ૧૮૦ ઉપર ટ્રેડ કરી રહ્યા છે