આણંદ
સ્વામી સચ્ચિદાનંદ મહારાજને શુભેચ્છા પાઠવતા ચૌદ ગામ લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ ખોડાભાઈ એસ. પટેલ

પેટલાદ, તા. ૨૭
ચરોતરના રત્ન સમાન એવા દંતાલી સ્થિત પેટલાદની આજુબાજુની જનતાના વ્હાલા હરહંમેશ જરૂરિયાતમંદોની સાથે ખડે પગે રહેનાર જન સેવા એજ પ્રભુ સેવાને વરેલા, જેમણે અનેક સંસ્થાઓને પ્રાણ પૂર્યો છે. અનેક આરોગ્યલક્ષી અને શિક્ષણલક્ષી સંસ્થાઓને નાણાકીય સહાય કરી હંમેશા માર્ગદર્શક રહ્યા છે. અનેક દિકરીઓના લગ્ન કરાવી આપ્યા છે. વિધાર્થીઓને શિષ્યવૃત્તિ એવી અનેક સમાજલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રની સેવા કરી છે એવા સ્વામી સચ્ચિદાનંદજી મહારાજને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવા બદલ ચૌદ ગામ પાટીદાર સમાજના પ્રમુખ ખોડાભાઈ એસ. પટેલ તથા સમાજના સમગ્ર હોદ્દેદારો ભારત સરકારનો આભાર માને છે અને સ્વામીજીના દિર્ઘાયુ માટે પરમેશ્વરને પ્રાર્થના કરે છે.
પદ્મભૂષણ મેળવનાર જાણીતા સંત સ્વામી સચ્ચિદાનંદે એવોર્ડ અંગે પ્રતિભાવો આપતાં જણાવ્યું હતુ કે, હું તો ઘરેથી મોક્ષ માટે નિકળ્યો હતો, પરંતુ ૧૯૬૨માં થયેલા ચાઈના સાથેના યુદ્ધે જીવનમાં ક્રાંતિ આંણી અને મોક્ષ ભૂલી રાષ્ટ્રવાદ હાથમાં લીધો.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, પદ્મભૂષણ માટે મારી પસંગી માટે સૌથી પહેલો આભાર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માનું છું. બીજાે આભાર ગુજરાત સરકારનો જેણે મારી પસંદગીને અનુમતી આપી હશે. ત્રીજાે આભાર મારા ચાહકોનો અને સૌથી મોટો આભાર પરમકૃપાળુ પરમાત્માનો માનું છુ. હું તો સાવ સામાન્ય માણસ છું મારી પસંદગી એ આનંદની વાત છે.
ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદનો જન્મ ૨૨ એપ્રિલ ૧૯૩૨ના રોજ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના મોટીચંદુર ખાતે મોસાળમાં થયો હતો. પિતાનું નામ મોતીલાલ ત્રિવેદી અને માતાનું નામ વ્હાલીબેન હતું. સ્વામીશ્રીએ રાધનપુર અને બિલિમોરામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.૧૯૭૪માં પેટલાદના દંતાલી આશ્રમમાં સમાજ સેવાની પ્રવૃત્તિઓ શરૂ કરી. પેટલાદ તાલુકાના દંતાલી ગામે ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના કરી હતી. તેમજ બ્રહ્મસૂત્ર અને ભારતીય દર્શનના વિશેષ વ્યાખ્યાનો આપ્યા છે.
Advertisement