આણંદ

બોરસદ ઠક્કર ખમણવાળાની પત્નીનું હત્યાનું ગુંટાતું રહસ્ય, આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે 

આણંદ, તા. ૨૭
બોરસદના પ્રખ્યાત ઠક્કર ખમણ હાઉસનું પુત્રવધુ રોશા ઉર્ફે નિશા ઠક્કર હત્યા કેસમાં પરિવાર નવા નવા નાટકો કરી તપાસને પ્રભાવિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. પહેલા મૃતક બાથરૂમમાં પડી મરી ગઈ હતીની વિગત જણાવી બાદમાં પંખે લટકી ગઈ હોવાની વિગતો જણાવી હતી. જાેકે, પીએમ રિપોર્ટમાં સાચું કારણ આવતા પરિવારજનોના ગળે ગાળિયો આવી ગયો છે. મૃતક પરિણીતાના પતિ અને જેઠની ધરપકડ થઈ છે. જ્યારે અન્ય પાંચ આરોપી ફરાર છે. જેઓ દ્વારા હવે નાર્કો ટેસ્ટ કરાવી આરોપોની ખરાઈ કરવા કોર્ટમાં પહોંચ્યા છે. આમ ફરાર આરોપીઓ દ્વારા નાટક આગળ કરી આ કેસમાંથી બચવાના નિરર્થક પ્રયત્નો કરાઈ રહ્યા છે.
બોરસદના લેગ્સી ગાર્ડનમાં સંયુક્ત કુટુંબમાં રહેતા ઠક્કર ખમણ હાઉસ પરિવારે પુત્રવધુ રોશા ઉર્ફે નિશા ઠક્કર ઉપર અમાનવીય અત્યાચાર આચર્યા અને તેની હત્યા કરી હોવાના આરોપ મૃતક પરિણીતાના ભાઈએ લગાવ્યા હતા. આ મુદ્દે પોલીસ તપાસ ચાલે છે. આ દરમિયાન મૃતક પરિણીતાના પતિ અમિત ઠક્કર અને જેઠ મનોજ ઠક્કરની પોલીસે ધરપકડ કરી છે. હાલ પતિ અમિત ઠક્કર કોરોનાગ્રસ્ત હોઈ આણંદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે જેઠ મનોજ ઠક્કર ૩૧ તારીખ સુધી પોલીસ રિમાન્ડ હેઠળ છે. જેની પૂછપરછ ચાલી રહી છે, પરંતુ હજુ કાંઈ નક્કર પુરાવા મળી શક્યા નથી.
બીજી તરફ મૃતક પરિણીતાના સાસુ સસરા સહિત પાંચ આરોપી હજુ ફરાર છે. જાેકે, તેઓ આ કેસમાં લાગેલા આરોપો અને ખરડાયેલ પ્રતિષ્ઠાથી બચવા તમામ કક્ષાએ અને તેમામ સંસાધનોના ઉપયોગ સાથે પ્રયત્નશીલ છે. રાજકીય અને વચેટિયાઓ અને વકીલોની સહિતનું લશ્કર કામે લગાડ્યું છે.
મહત્વનું છે કે, હવે ફરાર આરોપીઓએ પોતાના બચાવ માટે નાર્કો ટેસ્ટ કરાવવા કોર્ટમાં ઘા નાખી છે. આ અંગે આરોપી પતિ અમિત ઠક્કરની બહેન વીંટુ ઠક્કરે જણાવ્યું હતું કે, અમે ન્યાય માંગી રહ્યા છીએ. જે અનુસંધાને કોર્ટમાં નાર્કો ટેસ્ટ માટે અરજી દાખલ કરવામાં આવી છે અને અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફરિયાદ રોશાના ભાઈ દ્વારા ખોટી આપવામાં આવી છે. તેથી તમામ આરોપીઓના નાર્કો ટેસ્ટ અને લાઈવ ડીટેકશન ટેસ્ટ કરવામાં આવે તો હકીકતમાં જે ઘટના બની હશે તે સામે આવી જશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button