આણંદ

ચરોતરમાં સતત ત્રીજા દિવસે પણ ૭.૫ ડીગ્રી તાપમાન નોંધાયું, ઠંડીનું જાેર યથાવત

ચાર દિવસ સુધી ઠંડીનું જાેર રહેશે, ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટે તેવી સંભાવના

આણંદ, તા. ૨૭
ચરોતરમાં ચાર દિવસથી ઉત્તરીય પવનનું જાેર વધતાં શીતલહેર ફરી વળી છે. જેના પગલે નડિયાદ અને આણંદ શહેરમાં ગુરુવાર વહેલી સવારે ચહલપહલ ઓછી જાેવા મળી હતી. ઠંડીનું જાેર વધતાં ઘંઉ અને બટાકાની ખેતી કરતાં ખેડૂતોમાં સારા ઉતારાની આશા જાગી છે. આજે પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડીગ્રી ઓછું નોંધાતા કડકડતી ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. પરંતુ દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ યથાવત રહ્યો હતો. આગામી બે દિવસ સુધી લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.
આણંદ કૃષિ હવામાન વિભાગમાં ગુુરુવારે નોંધાયેલા તાપમાન પર નજર કરી તો મહત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૭.૫ ડિગ્રી અને પવનની ગતિ પ્રતિ કલાક ૨.૭ કિમી નોંધાઇ છે. જયારે ભેજનું પ્રમાણ ૮૪ ટકા નોંધાયું છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં સામાન્ય વધઘટ જાેવા મળશે.
ઉત્તરીય પવનો પગલે ચાર દિવસ સુધી કોલ્ડવેવ રહેશે
આણંદ કૃષિ હવામાન વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. એસ. પી. યાદવે જણાવ્યું હતું કે, હજુ બે દિવસ સુધી ઉત્તરીય પવનોનું જાેર યથાવતરહેશે. જેના કારણે સામાન્ય તાપમાન કરતાં ૪ ડિગ્રી ઓછું તાપમાન નોંધાતાં કોલ્ડવેવની અસર રહેશે. આગામી ત્રણ દિવસ સુધી ઉત્તરીય પવનોનું જાેર રહેતા તાપમાન ૧૦ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button