આણંદ

સામરખા ચોકડી પાસે ટેન્કરે બાઈક ચાલકને કચડતાં ઘટના સ્થળે મોત

આણંદ, તા. ૨૭
આણંદ શહેરની સામરખા ચોકડી પાસે મંગળવાર સાંજનાં સુમા્રે પુરપાટ ઝડપે જતી દૂધની ટેન્કરએ બાઈકને ટક્કર મારી બાઈક ચાલકને કચડી નાખતા ગંભીર પણે ધવાયેલા બાઈક ચાલકનું ધટના સ્થળે જ મોત નિપજયું હતું, અકસ્માત સર્જી ટેન્કર ચાલક ટેન્કર ધટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આણંદ શહેરમાં ઉમરીનગર સોસાયટીમાં રહેતો ૩૫ વર્ષિય તૌસીફ વ્હોરા ડેન્ટલ ઈંપ્લાન્ટલેબોરેટરીમાં નોકરી કરે છે, મંગળવારે તે સાંજનાં સુમારે બાઈક પર સેમ્પલ લઈને લેબોરેટરીમાં આપવા નિકળ્યો હતો અને બાઈક લઈને આણંદની સામરખા ચોકડી પાસે એકતા રેસ્ટોરંટ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે જતી દૂધની ટેન્કરનાં ચાલકએ બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક તૌસીફ ઉછળીને રોડ પર પટકાતા તેની પર ટેન્કરનું વ્હીલ ફરી વળતા કચડાઈ જતા ધટના સ્થળે જ મોત નિપજયું હતું.
આ ઘટનાને લઈને આણંદ ટાઉન પોલીસ મથકનાં પીએસઆઈ અશ્વિન માલીવાડ સહીતનો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકનાં મૃતદેહનો પોષ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડયો હતો,અકસ્માત સર્જયા બાદ ટેન્કરનો ચાલક ટેન્કર મુકી ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક કાઉન્સલર નૂરમહમદ વહોરા અને સામાજિક કાર્યકર ફિરોજખાન ઘટના સ્થળે દોડી ગયા હતા.
પરિવારે આધાર સ્થંભ ગુમાવ્યો
ગોઝારા અકસ્માતમાં તૌસિફનું મૃત્યુ થતા ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે. જયારે માતા પિતાએ ઘડપણનો સહારો ગુમાવ્યો છે. જયારે ૮ અને ૧૦ વર્ષની વયના બે માસૂમ બાળકોએ પિતાનું છત્ર ગુમાવતા તેમજ પત્ની યુવા વયે વિધવા બનતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. મૃતક તૌસિફ પરિવારનો એક માત્ર કમાનાર આધાર સ્થંભ હતો જેને લઈને સમગ્ર પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે, જેને લઈને સમગ્ર પરિવારે કલ્પાંત મચાવ્યુ હતું.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button