ગુજરાતઆણંદક્રાઈમ

બોરસદની પરિણીતાને બ્રેસ્ટ કેન્સર થતા પતિ અને સાસરિયાઓએ તરછોડી સંબંધ કાપી નાખ્યો

બોરસદના અલારસા ગામે રહેતી પરિણીતાને કેન્સરની બિમારી લાગુ પડતાં સાસરિયાઓનું વર્તન બદલાઇ ગયું હતું અને તેને સારવાર માટે પિયર મોકલી દીધાં બાદ સંબંધ કાપી નાંખ્યો હતો. આ અંગે પરિણીતાએ પતિ સહિત છ સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

વડોદરાના પદમલા ખાતે રહેતી યુવતીના લગ્ન બોરસદના અલારસા ગામે રહેતા ધ્રુવિતકુમાર હિતેશભાઈ પ્રજાપતિ સાથે થયાં હતાં. ધ્રુવિત હાલોલમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે, જ્યારે પરિણીતા વડોદરાની હોસ્પિટલમાં નર્સીંગ તરીકે ફરજ બજાવતી હતી. લગ્નના ત્રણેક મહિના પછી પરિણીતાને છાતીમાં દુઃખાવો થતાં રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં બ્રેસ્ટ કેન્સરની ગાંઠ હોવાનું ખુલ્યું હતું.

Advertisement

મિનલને બ્રેસ્ટ કેન્સર હોવાનું ખુલતા તેણીને પતિ સહિત સાસરિયામાં જાણ કરતાં તેઓએ સાંત્વના અને હુંફ આપવાના બદલે તેમનું વર્તન બદલાઇ ગયું હતું. પતિ અને ઘર માટે મહેનત કરતી, નોકરી કરતી પરિણીતાને પતિ અને સાસરિયાઓ વારંવાર નાની બાબતે ઝઘડો કરી ત્રાસ આપવા લાગ્યાં હતાં.

બહુ જ આગ્રહ આજીજી કરતાં સારવાર શરૂ કરી હતી. જેમાં બિમારી ગંભીર હોવાનું ડોક્ટરે રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટ બાદ પતિ ધ્રુવિત પિયર મુકી ગયાં હતાં. બાદમાં સાસરિયાએ એક પછી એક સંબંધ કટ કરવા લાગ્યાં હતાં. સારવાર માટે પૈસા આપવાનું બંધ કરી દીધું. બાદમાં ખબર-અંતર પણ પુછવાનું બંધ કર્યું. તેડવા આવવા બાબતે પણ ગલ્લા-તલ્લા કરવા લાગ્યાં હતાં. એક્ટિવા માટે આપેલા રૂપિયા પણ ચાઉં કરી ગયાં હતાં.

Advertisement

પતિ અને સસરિયાઓ વ્યવહારથી ત્રસ્ત પરિણીતાએ આખરે આ અંગે બોરસદ પોલીસ મથકે પતિ ધ્રુવિત ઉપરાંત સસરા હિતેશ શાંતિલાલ પ્રજાપતિ, સાસુ ધર્મિષ્ઠાબહેન, નણંદ રૂચિતા, દાદા સસરા શાંતિલાલ, દાદી સાસુ શારદાબહેન (તમામ રહે. વડોદરા) સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button