ગુજરાતઅન્ય જિલ્લાટૉપ ન્યૂઝ

કિશન હત્યા કેસમાં ખુલાસો, મૌલાના કમરગની લખનઉમાં રજિસ્ટર્ડ TFI નામનું સંગઠન ચલાવે અને યુવાનો પાસે……

દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક રૂ.1નું દાન મેળવે છે

ધંધૂકામાં કિશન હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ સમગ્ર કેસમાં પાકિસ્તાનનું કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ ખુલસો નહીં થયો હોવાનું ATSના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્ડના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથી. મૌલાના કમરગનીની પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે તે TFI (‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ ) નામનું સંગઠન ચલાવી રહ્યો છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. સાથે જ તેના આ સંગઠન TFIના 2 જુદા જુદા બેંક અકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ IB, NIA સહિતની એજન્સી અમદાવાદ આવી છે.

નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છે
મૌલાનાના સંગઠનના બંને અકાઉન્ટમાં થયેલ નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છે.ગુજરાત ATSએ તપાસ અંગે જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કોઈ સીધું કે આડકતરું કનેક્શન છે કે નહી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. મૌલાના કમરગની દુબઈમાં કોની સાથે વાત કરતો હતો તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે ખુલાસો થવાની શક્યતા છે. અત્યાર સુધી આ કેસમાં 08 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તે ઉપરાંત વધુ પકડાયેલા 03 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button