ગુજરાતક્રાઈમગાંધી નગરસમાચાર

અમેરિકા જવાની લ્હાય! કલોલમાં પટેલ પરિવાર પર કર્યું ફાયરિંગ અને ઘટનાસ્થળે જ………..

ગોળી સોફામાં ઘૂસી ગઈ, ત્રણમાંથી એક એજન્ટને પાડોશીએ પકડી પાડ્યો

યુએસ કેનેડા બોર્ડર ક્રોસ કરતી વેળાએ હિમ વર્ષાના કારણે બરફની ચાદર નીચે ગાંધીનગર કલોલનાં ડીંગુચા ગામનો આખો પટેલ પરિવાર મોત ભેટયાની ઘટનાને આખા વિશ્વને હચમચાવી દીધી છે. ત્યારે ગઈકાલે પણ કલોલથી એક દંપતી દિલ્હીથી અમેરિકા જવા રવાના થયું છે. હજી તો દંપતી દિલ્હી પહોંચે તે પેહલા જ એજન્ટોએ કલોલમાં આવીને 10 લાખની પઠાણી ઉઘરાણી કરીને ફાયરિંગ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

ભત્રીજાને અમેરિકા મોકલવા એજન્ટનો સંપર્ક કર્યો
ગાંધીનગર કલોલ પંચવટી વિસ્તારમાં મારુતિ બંગલોમાં રહેતા વિષ્ણુભાઈ માણેકલાલ પટેલ ખોડીયાર કીરાણા સ્ટોર્સ ચલાવે છે. જેમના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલી ને અમેરિકા મોકલવા માટે તેમના મિત્ર મહેશ વ્યાસે એજન્ટને ઓળખતા હોવાની વાત કરી હતી. બાદમાં 18 મી જાન્યુઆરીએ એજન્ટ ઋત્વિક વિજયભાઈ પારેખ (રહે. મકાન નંબર એએ/502,સરદાર પટેલ નગર, શાસ્ત્રી નગર નારણપુરા) અને દેવમ ગોપાલભાઈ બ્રહ્મભટ્ટ (રહે. બી /302,ડાયમંડ ગ્રીન એપાર્ટમેન્ટ, ચાંદખેડા) સાથે વિષ્ણુભાઈની મિટિંગ થઈ હતી.

Advertisement

1.10 કરોડમાં ડીલ નક્કી થઇ
બન્ને એજન્ટે દોઢ મહિનામાં દંપતીને દિલ્હીથી અમેરિકા મોકલી આપવાની વાત કરી હતી અને કહ્યું હતું કે અમો દિલ્હીથી ગ્રુપ તૈયાર કરી સીધા અમેરિકા મોકલી આપીએ છીએ. જે માટે કપલનાં 1 કરોડ 10 ભાવ છે.અને બે દિવસમાં અડધું પેમેન્ટ આપવાનું રહેશે. જે પછી ડીલ નક્કી થઈ હતી. બાદમાં એજન્ટોએ 23 મી જાન્યુઆરીએ દંપતીની ટિકિટ આવી જશે. તમારે દિલ્હી આવી જવાનું પણ કહ્યું હતું.

અમેરિકા પહોંચે એટલે અડધું પેમેન્ટ આપવાની વાત થઇ
23 મીએ ભત્રીજા અને તેની પત્ની ની ટિકિટ નહીં આવતાં વિષ્ણુભાઈએ ફોન કર્યો હતો. ત્યારે ઋત્વિક પારેખે કહ્યું હતું કે આગળથી ટિકિટનું બુકિંગ બંધ છે. 27 મીએ ટિકિટ આવી જશે. પરંતુ 27 મીની જગ્યાએ ગઈકાલે 4 ફેબ્રુઆરીની ટિકિટ આવી હતી. વિષ્ણુભાઈને ગાડી આવડતી ન હોવાથી એજન્ટ દેવને કહ્યું હતું કે મારો માણસ આવશે અને 10 લાખ બતાવવા પડશે. બંને અમેરિકા પહોંચે એટલે અડધું પેમેન્ટ અને બાકીનું દોઢ મહિના આપી દેવું પડશે. તેવી પણ વાત કરી હતી. એરપોર્ટ સુધી ઋત્વિક મૂકવા ગયો હતો. દેવમ પેસેન્જરોને લઈને દિલ્હી જવા રવાના થયો હતો.

Advertisement

ત્રણેય ઇસમો પોણો કલાક રોકાયા
રસ્તામાં પહોંચતા જ દિલ્હીના એજન્ટે દેવમને કહ્યું હતું કે અમે કામ શરૂ કરી દીધું છે. રૂપિયા બતાવવા પડશે. જેથી દેવમે ઋત્વિકને રૂપિયા જોવા માટે દિલ્હીના માણસો આવે છે. એમને વિષ્ણુભાઈ નાં ઘરે લઈ જવાની વાત કરી હતી. એટલે કલોલ NC પેટ્રોલ પંપ ખાતે પહોંચીને ઋત્વિકએ ફોન કરતાં રૈયાન અને તેની સાથે બે ઈસમો આવ્યા હતા અને બધા વિષ્ણુ ભાઈના ઘરે પહોંચ્યા હતા. રાત્રે સવા નવ વાગે પહોંચ્યા પછી બધા વિષ્ણુભાઈનાં ઘરે પોણો કલાક રોકાયા હતા. ચારેય લોકોએ પૈસાની માંગણી કરી હતી. આથી વિષ્ણુ ભાઈએ કહેલું કે અમેરિકા પહોંચે એટલે પૈસા આપવાની વાત હતી.

રિવોલ્વર કાઢી ઘરના મોભીને સામે તાકી દીધી
એજન્ટે મોકલેલા ઇસમો ઘરે આવતા વિષ્ણુ ભાઈએ 80 લાખ રોકડા બતાવ્યા પણ હતા. પરંતુ દિલ્હીના એજન્ટની સૂચના મુજબ રૈયાનને કોઈપણ ભોગે રૂપિયા લઈ લેવાના હતા. રૈયાને કમરમાંથી રિવોલ્વર કાઢીને વિષ્ણુભાઈ સામે તાકી દીધી હતી. હજી વિષ્ણુભાઈ કઈ સમજે એ પહેલાં જ તેણે ફાયરિંગ કરી દીધું હતું. જો કે વિષ્ણુભાઈ ખસી જતાં ગોળી સોફામાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન વિષ્ણુ ભાઈના પુત્રએ મોબાઇલ ફોન છૂટો મારતા રૈયાન નાં હાથમાં રિવોલ્વર પડી ગઈ હતી. જેને તેની સાથેના ઈસમો એ ઉઠાવીને બધા ભાગ્યા હતા.

Advertisement

ઋત્વિક પગે ઇજા હોવાથી ભાગી ન શક્યો
વિષ્ણુભાઈ સહીતના પરિવારજનો એ બૂમાબૂમ કરતા રૈયાન તેના બે માણસો સાથે નાસી ગયો હતો. પરંતુ ઋત્વિકને પહેલેથી પગે ઇજા થઇ હોવાથી તે ભાગી શક્યો ન હતો. અને બધાંને હાથે ઝડપાઈ ગયો હતો. બાદમાં ઋત્વિકનાં પિતા અને તેનો ભાઈ પણ કલોલ વિષ્ણુભાઇના ઘરે આવી ગયા હતા. જેમને પણ પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા. હાલમાં કલોલ તાલુકા પોલીસ દિલ્હીથી અમેરિકા જવા રવાના થયેલા પેસેન્જર અને એજન્ટ દેવમને પરત લાવવા માટે મથામણ કરી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button