
વલાસણ રહેતા અને વીમા એજન્ટનું કામ કરતા આજથી બે વર્ષ અગાઉ નાણાંની જરુર પડતા બેંકમાં નોકરી કરતી મહિલા સહિત બે શખ્સો પાસેથી ૧૩ લાખ રુપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં ૨૨ લાખ રુપિયા ચુકવી આપ્યા હોવા છતાં ૧૪ લાખની બાકી કાઢીને મહિલા સહિત ત્રણેય ઈસમોએ અમારા રુપિયા આપી દે નહી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ તાલુકાના વલાસણ ગામે રહેતા વિકાસ ઓમપ્રકાશ પંડિતે ખાનગી કંપનીમાં વીમા એજન્ટ તરીકે કામ કરે છે. તેઓને બે વર્ષ અગાઉ નાણાંની જરુરીયાત ઉભી થતા તેમની સાથે નોકરી કરતા કાનનબેન શાહ, હિરેનભાઈ ત્રિવેદી, અલ્પેશભાઈ પ્રજાપતિ પાસેથી ટુકડે ટુકડે વ્યાજે રુપિયા લઈ ૧૩ લાખ રુપિયા લીધા હતા. જે તે સમયે ૧૦ થી ૩૦ ટકા વ્યાજ વસુલાતું હતું. ત્યારબાદ વ્યાજ સહિતની ઉઘરાણી હિરેનભાઈ ત્રિવેદી કરતા હતા. અલ્પેશભાઈ પ્રજાપતિ પાસેથી પણ સાત લાખ રુપિયા અમારા પરિવારના સભ્યોએ લીધા હતા. જેથી વ્યાજ સહિત ૨૨ લાખ ઉપરાંતની રકમ થતી હતી. જેની ઉઘરાણી સતત કરતા હોવાથી બીજેથી વ્યાજે લઈને રુા. ૨૨ લાખ તેઓને આપી દીધા હતા. તેમ છતાં રુપિયા ૧૪ લાખનો હિસાબ બાકી રાખીને માંગણી કરતા હતા. જેથી અન્ય પાસેથી લાવીને તે પણ ચુકવી દીધા હતા. તેમ છતાં સતત નાણાંની ઉઘરાણી કરતા અને મારા પિતાની વેગેનાર ગાડી પણ તેઓ લઈ ગયા હતા. તાજેતરમાં ઈદ્રિશભાઈ મારી પાસેથી ૬.૮૦ લાખની માંગણી કરી હતી અને અલ્પેશભાઈએ પાંચ લાખની માંગણી કરી હતી. અને વારંવાર ફોન કરીને ગમે તેમ અપશબ્દો બોલીને ધાકધમકીઓ આપતા હતા અને શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. આ અંગે વિકાસ ઓમપ્રકાશ પંડિતે વિદ્યાનગર પોલીસ મથકે કાનનબેન જીગરભાઈ શાહ, હિરેન ત્રીવેદી, અલ્પેશભાઈ ગોપાલભાઈ પ્રજાપતિ, ઈદ્રીશભાઈ વ્હોરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Advertisement