
આણંદ, તા. ૫
ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં ડભાણ રોડ પરની કલેકટર કચેરી સામે આવેલ સોસાયટીના નાકા પાસે ય્જીઁઝ્રના રેગ્યુલેટર ફાઉન્ડેશનને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી તોડી પાડતા આ વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જાેકે ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડ તથા જીએસપીસીના ઈમરજન્સી વિભાગને થતાં તુરંત બનાવ સ્થળે દોડી આવી યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરતાં મોટી જાનહાનિ ટળી હતી.
નડિયાદમાં ડભાણ રોડ પરની કલેકટર કચેરીની બીલકુલ સામે આવેલ રોનક પાર્ક સોસાયટીના નાકે જીએસપીસીનું રેગ્યુલેટર ફાઉન્ડેશનનું બોક્સ આવેલ છે. શુક્રવારની રાત્રે કોઈ વાહને આ રેગ્યુલેટરના ફાઉન્ડેશનના બોકસને ટક્કર મારી તોડી પાડ્યું હતું. જેના કારણે લીકેજ થયું હતું. સ્થાનિકોને આ વાતની જાણ થતાં રાત્રે ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોએ આ અંગે તુરંત જીએસપીસીના ઈમરજન્સી વિભાગ તથા નડિયાદ ફાયરબ્રિગેડને સંપર્ક સાંધી આ વાતની જાણ કરતાં બન્ને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે સાથે નડિયાદ ડિઝાસ્ટર મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ બાદ જીએસપીસીની સર્વિસ ટીમ દ્વારા વિસ્તાર કોર્ડન કરી સમારકામ હાથ ધર્યું હતું. અને ગણતરીના સમયમાં કામ પૂર્ણ પણ થઈ જતાં સ્થાનિકોએ રાહતોના શ્વાસ લીધો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ નુક્શાન કે જાનહાની થઇ નહોતી.
Advertisement