મુંબઇ હુમલાનો આતંકી હાફિઝ સઇદને ૩૧ વર્ષની જેલ,કોર્ટે સઇદને ૩ લાખ ૪૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો

ઇસ્લામાબાદ,તા. ૯
જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદને વધુ બે આતંકવાદી કેસમાં ૩૧ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાની મીડિયાને ટાંકીને આ દાવો કરવામાં આવ્યો છે. ૨૦૦૮ના મુંબઈ હુમલા માટે જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદના નેતૃત્વમાં લશ્કર-એ-તૈયબા જવાબદાર હોવાનું જાણવા મળે છે. આ હુમલામાં છ અમેરિકન લોકો સાથે ૧૬૬ લોકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રએ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. યુએસએ તેના પર ૧૦ મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. અમેરિકાએ તેના પર ૧૦ મિલિયન યુએસ ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું છે.૧૭ જુલાઈ ૨૦૧૯ના રોજ ટેરર ફાઇનાન્સિંગના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને આતંકવાદ વિરોધી અદાલતમાં ફેબ્રુઆરી ૨૦૨૦ માં આતંકવાદને નાણાં પૂરા પાડવાના બે કેસમાં સોંપવામાં આવ્યો હતો.
મુંબઈના ૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને પંજાબની આતંકવાદ વિરોધી અદાલતે નવેમ્બર ૨૦૨૦ માં આતંકવાદી ભંડોળના બે કેસમાં ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી.એટલું જ નહીં, કોર્ટે સઈદની સંપત્તિ જપ્ત કરવાનો અને ૧.૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો પણ આદેશ આપ્યો હતો.